ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટના એક બાદ એક સામે આવી રહી છે ખાસ કરીને ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતાની સાથે જ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ટોળકી સક્રિય બની છે અને એક બાદ એક ચોરીની મોટી મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. મોડીરાત્રે બંધ મકાનનો લાભ લઇ તસ્કરો એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.
[google_ad]
ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં રામજી મંદિર ઢાળવાસમાં આવેલ મહંમદ હનીફ અકબરખાંન મડોરીના બંધ મકાનમાં તસ્કરોએ હાથસફાઈ કરી બે લાખ ચાર હજાર રોકડ અને અઢી તોલા સોનાના દાગીના લઈને પલાયન થયા હતા. મકાન માલિક પિતાજી બીમાર હોવાથી છેલ્લા દસ દિવસથી પાલનપુર ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં તે સમયે રાત્રિના સમયે ચોર ટોળકી ઘરની અંદરના તાળા તોડીને મતા માલ લઈને પલાયન થઈ ગયા હતા.
[google_ad]
આ ઘટનાની મકાન માલિકને જાણ થતા જ તાત્કાલિક પાલનપુરથી જુના ડીસા આવીને જોતા જાણવા મળ્યું હતું રોકડ રકમ અને દાગીનાની ચોરી થઈ હતી મકાન માલિક દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને આગળની તપાસ હાથ ધરી હતી. જુનાડીસા ગામમાં ચોરીની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ તાત્કાલિક ધોરણે આવી ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરોને ઝડપી પાડી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
From – Banaskantha Update