નક્કી લેકમાં સફાઇ કરતાં અચાનક ડૂબી જવાથી સફાઈ કર્મચારીનું મોત

Share

સિરોહી જિલ્લાના માઉન્ટ આબુ નક્કી તળાવમાં સાફસફાઇ કરવા ગયેલ સફાઇ કામદાર અચાનક ડૂબી ગયો હતો. માઉન્ટ આબુ નગરપાલિકા દ્વારા હિલ સ્ટેશનના આકર્ષણ કેન્દ્ર નક્કી તળાવની સફાઈ માટે સફાઈ કામદાર પ્રવીણ તળાવમાં શેવાળ સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તે નક્કી તળાવમાં ડૂબી ગયો હતો.

 

[google_ad]

સફાઈ કામદારના ડૂબી જવાની માહિતી મળતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ સ્ટેશન ઓફિસર દેવેન્દ્ર કછવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોની મદદથી યુવકને બહાર કાઢ્યો હતો. હોસ્પિટલમાં ખસેડાતાં યુવકને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. પોલીસ અધિકારી દેવેન્દ્ર કછવાએ જણાવ્યું હતું કે, યુવકને વાઇના હુમલા હતા. પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં રાખ્યો છે.’

 

 

From – Banaskantha Update


Share