ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે એક વિદ્યાર્થી ક્રિમિનલ દાખલો કઢાવવા માટે પોતાનો મોટરસાયકલ તાલુકા પંચાયતની કચેરીના મેઈન ગેટ આગળ પાર્ક કરી ક્રિમિનલ દાખલો કઢાવવા ગયેલ અને પરત આવતા પોતાનું મોટર સાયકલ ચોરી થઇ હોવાનું જાણવા મળતા વિદ્યાર્થીએ ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
[google_ad]
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીની ગેંગ સક્રિય થઈ છે એક પછી એક વાહન ચોરીને અંજામ આપી રહી છે ત્યારે ડીસા તાલુકાના મેડા ગામ ખાતે રહેતા ભરતભાઈ પરબતભાઈ રબારી નામનો વિદ્યાર્થી પોતાનું મોટરસાયકલ નંબર GJ-08-AD-7891 વાળુ લઈ ડીસા તાલુકા પંચાયત ખાતે ક્રિમિનલ દાખલો કઢાવવા માટે આવ્યો હતો અને પોતાનું મોટરસાયકલ ડીસા તાલુકા પંચાયતના મેન ગેટની અંદર પાર કરી લોક મારી ક્રિમિનલ દાખલો કઢાવવા માટે ગયો હતો.
[google_ad]
અડધો કલાક પછી ભરતભાઈ રબારી નામનો વિદ્યાર્થી પોતાનું મોટરસાયકલ જ્યાં પાર્ક કરેલું હતું ત્યાં જોવા મળ્યું નહીં. બાદમાં આજુબાજુ તપાસ કરતા મોટરસાયકલની કોઇ ભાળ મળી નહીં અને મોટરસાયકલની ચોરી થઇ હોવાનું જાણ થતા ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update