મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ શુક્રવારે ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરાવ્યો હતો. દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના પી.એચ.સી.-સી.એચ.સી. અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે.
[google_ad]
3 કરોડ ગુજરાતીઓને લાભ મળશે મુખ્યમંત્રીએ આ મહાઅભિયાનના પ્રારંભ અવસરે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, બદલાતી જતી જીવનશૈલી, લાઇફ સ્ટાઇલ, ખાન-પાન આદતો, સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનથી હૃદયરોગ, ડાયાબિટીઝ અને કીડનીની બિમારી જેવા રોગોનો ભોગ લોકો બનતાં હોય છે. પરંતુ તેનો ખ્યાલ લાંબા સમય સુધી આવતો નથી તેથી ઘણીવાર આવા રોગ ગંભીર અને જાનલેવા બની જાય છે.
[google_ad]
પહેલું સુખ તે જાતે નર્યા’ના ધ્યેય સાથે રાજ્ય સરકારે આવા રોગ થાય જ નહીં, થાય તો ઉગતા જ ડામી દેવાય એટલુ જ નહીં પ્રાથમિક તબક્કે સ્ક્રીનીંગ થઇ જાય અને તપાસ નિદાનથી લઇને રોગ સંપૂર્ણ મટી જાય ત્યાં સુધીની સઘન સારવાર વિનામૂલ્યે આપવા આ ‘નિરામય ગુજરાત અભિયાન આદર્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
[google_ad]
ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં આરોગ્ય તપાસ દરમિયાન જો કોઇને હૃદયરોગ કેન્સર જેવા ગંભીર રોગ જણાશે તો માત્ર નિદાન કરીને સરકાર છોડી દેવાની નથી. આવા રોગ સહીતના અન્ય બિનચેપી રોગમાં ફોલોઅપ, ટ્રીટમેન્ટ અને પૂર્ણતઃ સાજા થવા સુધીની દવા-સારવાર દ્વારા વ્યક્તિને સ્વસ્થતા પ્રાપ્ત કરાવવા સરકાર સતત પડખે રહેવાની છે.
[google_ad]
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના પી.એચ.સી.-સી.એચ.સી. અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે. 3 કરોડ ગુજરાતીઓને લાભ મળશે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય સેવા કર્મીઓ લોકોના ઘરે ઘરે જઇને 30 વર્ષ કે તેથી વધુની વયના લોકોનો સર્વે કરી બિમારીની વિગતો એકત્ર કરશે અને નિઃશુલ્ક સારવાર સુધીની સુવિધાઓથી “સર્વે ભવંતુ સુખીનઃ” નો ધ્યેય પાર પાડશે. ભૂપેન્દ્ર પટેલે આવી યોજનાઓના લાભ લેવા માટેના જરૂરી કાર્ડ જરૂરીયાતમંદ પરિવારો અવશ્ય મેળવી લે તેવી અપિલ પણ કરી હતી.
[google_ad]
ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય અને શિક્ષણ સહીતની કલ્યાણ યોજનાઓનો વ્યાપક લાભ જન-જન સુધી પહોંચાડી આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતનો સંકલ્પ પાર પાડવા જન સહયોગથી આગળ વધવાનું આહવાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જન આરોગ્યની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીનચેપી રોગ, જેવા કે, બી.પી.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કીડની, પાંડુરોગ, ડાયાબીટીસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે.
[google_ad]
આ પ્રકારના રોગોથી કાળજી લેવા 30 થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના પી.એચ.સી.-સી.એચ.સી. અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીનચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂ.12 થી 15 હજારનો ખર્ચ બચશે.
[google_ad]
આ પ્રસંગે મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને નિરામય કાર્ડ પ્રતિક રૂપે અપાયા હતા સાથે સાથે ‘નિરામય ગુજરાત’ સંદર્ભે પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું સાથે સાથે ઉપસ્થિત સૌને ‘સ્વસ્થ જીવન જીવવા માટેની પ્રવૃત્તિ કરવાનો’ સામૂહીક સંકલ્પ લેવડાવ્યા હતા. મુખ્યયમંત્રીએ આ પ્રસંગે ફૂટબોલની મહીલા ખેલાડીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ યોજનાના રાજ્યવ્યાપી પ્રારંભના સમયે રાજ્યના ૩૩ જીલ્લા અને 8 મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, એમ.એલ.એ., એમ.પી., સહીત મહાનુભાવો ઇ- માધ્યમથી જોડાયા હતા.
[google_ad]
આ પ્રસંગે પાલનપુર ખાતેના કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, લોકસભાના સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રભારી નંદાજી ઠાકોર, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાવળ, ભારત સરકારના પૂર્વ મંત્રી હરિભાઇ ચૌધરી, આરોગ્ય અને તબીબી સેવા કમિશનર જયપ્રકાશ શિવહરે, નેશનલ હેલ્થ મિશનના ડીરેક્ટર રેમ્યા મોહન, બનાસકાંઠા જીલ્લા કલેક્ટર આનંદ પટેલ, બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરે, આરોગ્ય વિભાગના અધિકારીઓ, લાભાર્થી ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
[google_ad]
From-Banaskantha update