વાવમાં દૈયપના ખેડૂતો છેલ્લા 3 વર્ષથી સિંચાઇ માટે પાણી ન મળતાં રોષે ભરાયા

Share

વાવ તાલુકાના છેવાડાના ખેડૂતોને પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા દૈયપ સુધીની 17 કિ.મી. લાંબી નર્મદાની નાની કેનાલ બનાવી છે. દૈયપ એક અને ત્રણ તરીકે ઓળખાતી ડીસ્ટ્રીબુટર કેનાલમાં છેલ્લા 3 વર્ષથી પાણી નહી મળતાં ખેડૂતો ભારે હાલકી ભોગવી રહ્યા છે. માઇનોરમાં પાણી જ મળતું ન હોઇ 850 હેક્ટર જમીન પિયત વિહોણી છે.

[google_ad]

 

દૈયપના ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘કેનાલ લાંબી હોવાના કારણે કાસવી, રાંણેશરી, આંતરોલ, દૈયપ, શેરાઉ તથા ભરડાસર ગામોનો સમાવેશ થાય છે. જે પૈકી રાંણેશરી અને આંતરોલને પાણી મળે છે. જ્યારે દૈયપ અને કાસવીને પાણી મળતું નથી. પરિણામે કેનાલો કોરીધાકોર પડી છે. આ અંગે રજૂઆત કરવા છતાં પણ કોઇ સાંભળતું નથી. વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં પણ નઘરોળ તંત્રની આંખ નહી ખુલતી નથી તેમ કહીં ભારે રોષ સાથે આક્રોશની લાગણી જોવા મળી રહી છે.

[google_ad]

advt

 

જ્યારે નર્મદા વિભાગના ડી.ઇ.ઇ.આરતી પંચાલે જણાવ્યું હતું કે ‘વચ્ચે બે દિવસ એક જગ્યાએ લાઇનીંગ બેસી જતાં રીપેરીંગના કારણે બંધ હતું. અત્યારે પાણી ચાલુ જ છે. જો કે, જરૂરત કરતાં વધારે હસ્તાં અને બકનળીઓ છે અને ખેડૂતોના કુવા રિચાર્જ થાય છે. છેલ્લા અઠવાડીયાથી જ પાણીની સમસ્યા સર્જાઇ છે. બાકી દૈયપ માઇનોર એકના ખેડૂતોએ જ પાણી મળતું હોવાનું કહ્યું હતું.’

 

From – Banaskantha Update


Share