રબારી સમાજના મોભી અને ડીસા માર્કેટયાર્ડના ડીરેક્ટરનું હદયરોગના હુમલાથી મોત

Share

ડીસાના દામા ગામના અને ડીસા માર્કેટયાર્ડના ડીરેકટર નાગજીભાઈ દેસાઈનું શુક્રવારે મોડી રાતે હદયરોગના હુમલાથી મોત થતાં રબારી સમાજે એક હોનહાર આગેવાન ગુમાવ્યો છે. શનિવારે નિકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

[google_ad]

ડીસા તાલુકાના દામા ગામના પૂર્વ સરપંચ, જીલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને ડીસા માર્કેટયાર્ડના ડીરેકટર, રબારી ગોપાલક છાત્રાલય ડીસાના ટ્રસ્ટી તેમજ રબારી સમાજના મોભી આગેવાન નાગજીભાઇ માધાભાઈ દેસાઈ ખટાણાનું શુક્રવારે મોડી રાતે હૃદય રોગનો હુમલો આવતાં દુઃખદ મોત થયું હતું.

[google_ad]

advt

નાગજીભાઈ ખટાણાના દેવલોક પામ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં દામા ખાતે રાજકીય, સામાજીક અને સહકારી આગેવાનો સહીત રબારી સમાજના લોકો પહોંચી ગયા હતાં. નાગજીભાઈ દેસાઈની અંતિમ યાત્રામાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ સહીત આગેવાનો જોડાયા હતાં.

[google_ad]

અત્રે ઉલ્લેખનીય છે કે, નાગજીભાઈ દેસાઈ સરપંચના હુલામણા નામથી ઓળખાતા હતાં તેમજ તેઓના મિલનસાર સ્વભાવના લીધે રબારી સમાજ સહીત આસપાસના ગામોમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

From – Banaskantha Update


Share