ડીસાના નાગફણાના મહીલાને મારમારી જાતીય અપમાનિત શબ્દો ઉચ્ચારતાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

Share

ડીસાના નાગફણા ગામે એક મહીલા પોતાના વાડામાં ભેંસો દોવા ગયેલ તે દરમિયાન પાંચ શખ્સો દ્વારા મહીલાને માર મારી જાતીય અપમાનિત શબ્દો બોલી જાનથી મારીનાખવાની ધમકી આપતાં ડીસા તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

[google_ad]

ડીસા તાલુકાના નાગફણા ગામે રહેતાં મીરાબેન ડામરાભાઈ સેજુ (એ.સી) ઘરકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.11/11/2021 ના રોજ ભેંસો દોવા પોતાના વાડામાં ગયેલ તે દરમિયાન નાગફણા ગામના નટવરભાઈ બાબુભાઈ કોળી (ઠાકોર) આવેલ અને મીરાબેન ડામરાભાઈ સેજુને કહેવા લાગેલ કે તું કેમ આ વાડામાં આવી છે.

[google_ad]

advt

આ વાડો મારો છે. તું અહીંથી નીકળી જા ત્યારે મીરાબેન ડામરાભાઈ સેજુ કહેલ કે આ મારો વાડો છે. તેમ કહેતાં નટવરભાઈ બાબુભાઈ કોળી (ઠાકોર) એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગેલ ત્યારે મીરાબેન ડામરાભાઈ સેજુ ગાળો બોલવાની ના કહેતાં નટવરભાઈ બાબુભાઈ કોળી (ઠાકોર) એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલ ધોકો મીરાબેન ડામરાભાઈ સેજુને બરડામાં મારેલ જે બાદ નજીકમાંથી બાબુભાઈ મેવાભાઈ કોળી

[google_ad]

 

(ઠાકોર),દિનેશભાઇ બાબુભાઈ કોળી(ઠાકોર), મુકેશભાઈ બાબુભાઈ કોળી(ઠાકોર) અને નંદાબેન બાબુભાઈ કોળી(ઠાકોર) દોડી આવી મારમારવા લાગેલ જે બાદ મીરાબેન ડામરાભાઈ સેજુ (એ.સી)ને જાતીય અપમાનિત શબ્દો બોલી ખતમ કરી નાખો તેવી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ તે દરમિયાન મીરાબેન ડામરાભાઈ સેજુએ બુમાંબૂમ કરતાં મીરાબેન ડામરાભાઈ સેજુની દીકરી ભાવના દોડી આવતા આ પાંચે શખ્સો જતાં રહેલ અને જતાં જતાં કહેતા ગયા કે આજે તો તું બચી ગઈ છે.

[google_ad]

 

 

પરંતુ લાગ આવશે તો તને જાનથી મારી નાખીસુ તેવી જાસા ધમકી આપી જતાં રહેલ જે બાદ મીરાબેન ડામરાભાઈ સેજુ (એ.સી)ને વાગેલ હોવાથી તેમને તાત્કાલીક ડીસા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ શનિવારે ડીસા તાલુકા પોલીસ મથકે નટવરભાઈ બાબુભાઈ કોળી(ઠાકોર),બાબુભાઈ મેવાભાઈ કોળી (ઠાકોર),દિનેશભાઇ બાબુભાઈ કોળી(ઠાકોર),તથા મુકેશભાઈ બાબુભાઈ કોળી(ઠાકોર) તથા નંદાબેન બાબુભાઈ કોળી(ઠાકોર) આ તમામ (રહે.નાગફણા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – banaskantha Update


Share