પાટણના હારીજમાં સગીરાને આકરી સજાનો વીડીયો વાઈરલ થયા બાદ 37થી વધુ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ

Share

પાટણ જીલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડીયો ફરતો થયો હતો. વીડીયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જોઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. આ મામલે પોલીસ હરકતમાં આવી છે. સગીરાને આકરી સજા આપનારા 37થી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

[google_ad]

આ ઘટનાને લઈ સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાએ ગામલોકો વિરૂદ્ધ અને યુવતી સગીર વયની હોવાથી તેને ભગાડી જનારા યુવક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગ્રામલોકો દ્વારા સગીરાના બાળ લગ્ન કરાવવામાં આવતાં તેની પણ ફરિયાદ નોંધાઈ છે જ્યારે યુવતી સગીર હોવા છતાં તેને ભગાડી જનારા યુવકે તેની સાથે શરીર સબંધ બાંધતા તેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

[google_ad]

 

આ અંગે પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ જે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તે યુવતી સગીરવયની છે અને તેને નજીકમાં રહેતો વિપુલ બળવંત ફુલવાદી પ્રેમ સબંધમાં ભગાડી ગયો હતો. જેથી મનદુઃખ રાખી ગામલોકોએ સામાજીક રીતે સજા આપવાનું નક્કી કર્યુ હતું. સજા અપાવવામાં સગીરાના પિતા પણ સામેલ હતા અને તમામ આગેવાનોએ મંડળી રચી સગીરાને તેમજ વિપુલ ફુલવાદીને ગામમાં ચોકમાં ભેગા કર્યા હતા.

[google_ad]

સગીરાના બનેવી તળશી ફુલવાદીએ સગીરાને બળજબરી પૂર્વક નીચે જમીન ઉપર બેસાડી હતી અને સગીરાના બનેવી ઉપરાંત બાબુ ફુલવાદી, ત્રિવભોવન ફુલવાદી, રમેશ ફુલવાદી હલામણ ફુલવાદીએ કાતરથી સગીરાના માથાના વાળ કાપી નાખ્યાં હતા. તેમજ અરવિંદ ફુલવાદી અને ભલા ફુલવાદીએ સગીરાને કોથળો પહેરાવ્યો હતો. આ ઉપરાંત બાબુ લાલજી ફુલવાદીએ સગીરાનું કાળું મોઢું કર્યુ હતું. તેમજ બાકીના લોકોએ ચીચારીયાઓએ કરી ઉશ્કેરણી કરી સગીરા અને વિપુલનું ગામમાં સરઘસ કાઢ્યું હતું. આરોપીઓએ યુવતી સગીરવયની હોવા છતા આત્મારામ ફુલવાદી સાથે બાળ લગ્ન કરાવી ગુનો કર્યો હતો.

[google_ad]

સગીરાએ ફરિયાદમાં જણાવ્યું કે, મારી સગાઈ અમારા ગામના અને હાલ મહેસાણા ખાતે મજૂરી કરતાં એક વ્યક્તિ સાથે થઈ છે. ત્યારે મને અમારા ગામમાં રહેતા વિપુલ બળવંત ફુલવાદી સાથે દોઢેક વર્ષથી પ્રેમ સબંધ થયો હતો. જેથી અને બન્ને જણા દિવાળીના બે દિવસ અગાઉ રાત્રે ઘરેથી નીકળી ડાકોર ખાતે ગયા હતા. ત્યાથી અમોને અમારા સમાજના લોકોએ પકડી હારીજ વાદી વસાહત ખાતે લઈ આવ્યાં હતા.

[google_ad]

 

અમે બન્ને પ્રેમ સબંધમાં ભાગી ગયા હોવાથી અમારા સમાજના આગેવાન પોપટ ફુલવાદી, મશરૂ ફુલવાદી, ઢોલા ફુલવાદી, જામફળ ફુલવાદી, કનુ ફુલવાદી, સમજુ ફુલવાદી તમામે ભેગા મળી અમોને સમાજની રીતે સજા આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે 10-11ના રોજ સાંજે મને તેમજ વિપુલ બન્ને ગામમાં ચોકમાં લઈ ગયા હતા. ગામના ચોકમાં ઉપરોક્ત જણાવેલા તમામ લોકો તેમજ અન્ય લોકો હાજર હતા.

[google_ad]

ઉપરોક્ત જણાવેલા લોકોએ ગ્રામ લોકોને જણાવ્યું કે, આ લોકોએ પ્રેમ સંબંધમાં ભાગી ગયા હતા જેથી આપણે તેને સજા આપવાની છે. ત્યારબાદ મારા બનેવીએ મને બળજબરીથી પકડી નીચે બેસાડી દીધી હતી. તેમજ અન્ય લોકોએ હાથમાં કાતર લઈ બળજબરી પુર્વક મારા વાળ કાપી નાખ્યા હતા અને કંતાનનો કોથળો મને પહેરાવ્યો હતો. ત્યારબાદ મારૂ મોઢું કાળુ કરવામાં આવ્યું હતું. જે બાદ એક માટીનું માટલું ફોડી તેમાં અંગારા ભરી માટલું મારા માથના ભાગે રાખી મારા પર અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ વિપુલ અને મને અમને ગામમાં ફેરવવામાં આવ્યાં હતા.

[google_ad]

 

​​​​​​​ગામમાં અમારૂ ફુલેકૂ કાઢ્યાં બાદ ગામમાં મારી જેની સાથે સગાઈ થઈ હતી તેના ઘરે લઈ જઈ સમાજના રીતી રીવાજ મુજબ મારા લગ્ન કરાવવામાં આવ્યાં હતા. મારી સગાઈ જેની સાથે થઈ હતી તેઓ મહેસાણા રહેતા હોવાથી મને ત્યા મુકી ગયા હતા. આ અંગે સગીરાએ ઉપરોક્ત તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમજ સગીરાએ વિપુલ ફુલવાડી ભગાડી ગયો હોવાથી અને તેની સાથે શરીર સબંધ બાધ્યો હોવાથી તેના વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

સગીરાએ વિપુલ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે દિવાળીના બે દિવસ અગાઉ રાત્રે ઘરેથી ભાગી ગયા હતા અને અમે ડાકોર ખાતે ગયા હતા. જ્યાં ધર્મશાળામાં અમે રોકાયા હતા. જ્યા વિપુલે મારી સાથે શરીર સબંધ બાધ્યો હતો. જ્યારબાદ ગામના લોકોએ અમને પકડી પાડ્યા હતા અને ગામમાં વિપુલના વાળ કાપી અને તેનું પણ મોઢુ કાળુ કર્યુ હતું.

From – Banaskantha Update

 


Share