પાંથાવાડા માર્કેટયાર્ડમાં મગફળીની 40 હજાર બોરીની આવક થઈ : મગફળી ભરેલાં ટ્રેક્ટરોને લીધે ટ્રાફીકજામ થતાં વાહનચાલક હેરાન

Share

રાજસ્થાન સરહદને અડીને આવેલા પાંથાવાડા માર્કેટયાર્ડમાં ચાલુ વર્ષે રાજસ્થાન તેમજ સ્થાનિક વિસ્તારમાં મગફળીનું પુષ્કળ વાવેતર થતાં દિવાળી બાદ પાંથાવાડા માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાઇ રહ્યું છે.

[google_ad]

જ્યાં શુક્રવારે મગફળીની 40 હજાર બોરીની આવક થઇ હતી. પાંથાવાડા માર્કેટમાં દિવાળી પછી 3 લાખથી વધુ મગફળીની બોરી આવક થયેલ છે. પાંથાવાડા માર્કેટયાર્ડમાં મંગળવારે 37220 બોરી, બુધવારે 32670 તેમજ ગુરુવારે 33600 આવક નોંધાઇ હતી.

[google_ad]

advt

શુક્રવારના રોજ મગફળીની 40000 થી વધુ બોરીની આવક થઇ હતી. મગફળીનો 20 કિલોનો ભાવ રૂ.1120 થી રૂ. 1264 રહ્યો હતો. પાંથાવાડા માર્કેટયાર્ડ સ્ટેટ હાઈવે પર આવેલ હોવાથી ટ્રેકટર તેમજ પિકઅપ ડાલામાં ખેડૂતો મગફળી લઇ માર્કેટયાર્ડમાં આવતાં હોય છે.

[google_ad]

 

 

મગફળીના વાહનો માર્કેટયાર્ડમાં પ્રવેશતાં સમયે ભેગા થઇ જવાથી હાઈવે પર ટ્રાફીક થતો હોય છે. તો વળી બીજી તરફ માલ ભરાવવા આવતાં વાહનો સીધી લાઈનમાં પ્રવેશ કરવાના બદલે મનફાવે તેમ પ્રવેશ કરતાં હોય છે. સ્ટેટ હાઈવે પર બે કલાકથી વધુ સમય સુધી 4 કિ.મી. સુધી ટ્રાફીકજામ થતાં વાહનચાલક પરેશાન થયા હતા.

 

From – banaskantha Update


Share