ભાભરના ચેમ્બુવાના લોકગાયક યુવાનનું બાઇક સ્લીપ ખાતાં મોતને ભેટ્યો

Share

ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના લોકગાયક યુવાન 3 દિવસ અગાઉ પ્રોગ્રામમાં જતાં હતા. ત્યારે ભાભર-સુઈગામ હાઈવે ઉપર રાત્રે બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં શુક્રવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ભજન, સત્સંગ ડાયરાના પ્રોગ્રામ જાણીતા ચેમ્બુવા ગામના લોકગાયક યુવાન ગીરીશ બારોટ 3 દિવસ પહેલા એક પ્રોગ્રામમાં જવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા.

[google_ad]

ત્યારે ભાભર-સુઇગામ હાઈવે ઉપર રાત્રે બાઇક સ્લીપ ખાતાં ગીરીશભાઇ નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ભાભર બાદ વધુ સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં સારવાર બાદ શુક્રવારે યુવાન ગીરીશ બારોટનું મોત થયું હતું.

From – Banaskantha Update


Share