ડીસા RTO ચાર રસ્તા પાસે આવેલ તાલુકા સંઘના ડેપો પર ખેડૂતોને ખાતર ન મળતા ખેડુતોએ હંગામો

Share

ડીસાના આરટીઓ ચાર રસ્તા પાસે આવેલ તાલુકા સંઘ ખાતે આજે વહેલી સવારે ડેપો પર આવેલા ખેડૂતોને વાવેતર માટે ખાતર ન મળતા ખેડુતોએ હંગામો મચાવ્યો હતો.

ડીસા શહેરમાં હાલમાં રવી સીઝન ચાલી રહી છે અને હાલમાં ખેડૂતો મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કરી રહ્યા છે પરંતુ બટાટાનું વાવેતરના સમયે ખેડૂતોને સમયસર ખાતર ન મળતા ખેડુતોએ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 10 દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પણ હજુ સુધી ખેડૂતોને વાવેતર માટે ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

[google_ad]

ત્યારે આજે વહેલી સવારે ડીસાના RTO ચાર રસ્તા પાસે આવેલ તાલુકા સંઘના ડેપો ખાતે પણ ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. ચાલુ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બટાકાનું વાવેતર ડીસા તાલુકામાં થાય છે ત્યારે આ વર્ષે પણ બટાટાનું વાવેતરના સમયે જ ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

[google_ad]

આજે વહેલી સવારે તાલુકા સંઘ પર બટાકાના વાવેતર માટે પહોંચેલા ખેડૂતોએ ખાતર ના મળતા હંગામો મચાવ્યો હતો અને 300થી પણ વધુ ખેડૂતો ખાતરના ડેપો પર એક સાથે ખાતર લેવા માટે પહોંચી જતા મામલો ઉગ્ર બન્યો હતો. ખેડૂતોને ડેપો સંચાલક દ્વારા બટાટાના વાવેતર માટે 2 કટા ખાતર આપતા ખેડૂતો રોષે ભરાયા હતા અને ડેપો સંચાલક સામે તાત્કાલિક ધોરણે ખાતર પૂરું પાડવા માટે માંગ કરી હતી.

 

 

From – Banaskantha Update


Share