પાલનપુરમાં કતલખાને લઇ જવાતાં ટ્રકમાં 58 પશુ બચાવાયા

Share

પાલનપુર આરટીઓ સર્કલ નજીક બુધવારે રાત્રે પસાર થતી ટ્રકને જીવદયાપ્રેમીઓએ રોકાવી કતલખાને લઇ જવાતાં 58 પાડા બચાવી લીધા હતા. આ અંગે ડીસાના ટ્રક ચાલકની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

પાલનપુર આરટીઓ સર્કલે પશુઓને કતલખાને લઇ જતી ટ્રક પસાર થતી હોવાની માહિતી મળતાં દાંતીવાડા નીલપુર કોલોનીના જીવદયાપ્રેમી હિમાલયકુમાર રમેશભાઇ માલોસણીયા સહિત જીવદયાપ્રેમીઓએ વોચ ગોઠવી ટ્રક નં. GJ.2.ZZ.6084ને ઉભી રખાવી અંદર તપાસ કરતાં ખીચોખીચ હાલતમાં અને ઘાસચારા- પાણીની વ્યવસ્થા કર્યા વિના કતલખાને લઇ જવાતાં 58 પાડા મળી આવ્યા હતા.

[google_ad]

આ અંગે પોલીસ મથકે જાણ કરતાં પશ્વિમ પોલીસે ટ્રક ચાલક નવા ડીસા ગવાડી વિસ્તારના સોહરતખાન મહંમદખાન પઠાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ કે, પશુઓ રાજસ્થાનના ભીનમાલથી અમદાવાદ કતલખાને લઇ જવામાં આવી રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share