થરાદ: ખેડૂત પેશાબ કરવા ગયાને વેવાઈ ગાડીમાં મુકેલા લાખો રૂપિયા લઈ ફરાર

Share

બનાસકાંઠામાં સરહદી વિસ્તાર થરાદમાં એક ખેડૂતના સગા વેવાઈ 2.38 લાખ રૂપિયા ભરેલા થેલાની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ખેડૂતે થરાદ પોલીસ મથકે વેવાઈ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. થરાદમાં સગા વેવાઈએ ચોરી કરી હોવાની ઘટના બની છે.

 

[google_ad]

વાવના તખતપુરા ગામે રહેતા હીરાભાઈ ચૌહાણને આર્થિક સંકડામણ હોઇ તેઓએ તેમના ટ્રેક્ટર પર લોન કરાવવાનું નક્કી કર્યું હતું. તે મુજબ તેઓ તેમના વેવાઈ રમેશ રાઠોડીયા સાથે લોન કરાવી પૈસા લેવા માટે થરાદ ગયા હતા. જ્યાં ટ્રેક્ટર પર લોન કરાવી 2.38 લાખ રૂપિયા ભરેલા થેલા સાથે તેમના વેવાઈની ગાડીમાં થરાદ આવવા નીકળ્યા હતા. દરમ્યાન તેઓ પૈસા ભરેલો થેલો વેવાઈની ગાડીમાં મૂકી પેશાબ કરવા ગયા હતા.

[google_ad]

બાદમાં પરત આવતાં જ વેવાઇ અને પૈસા ભરેલો થેલો બંને ગાયબ હતા. જેથી તેમના પૈસા વેવાઈ ચોરી કરી ગયા હોવાનું માલુમ પડતા તેમણે પૈસા મેળવવા માટે સમાધાનના અનેક પ્રયાસો કર્યા હતા. તેમ છતાં પણ વેવાઈ રમેશ રાઠોડિયાએ પૈસા આપવાનો ઇનકાર કરતાં આખરે કંટાળેલા વીરાભાઇ ચૌહાણે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. થરાદ પોલીસે ફરિયાદના આધારે ચોરી કરનાર વેવાઈ ની શોધખોળ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share