બસ, ટ્રક અને ટેમ્પોનો ત્રિપલ અકસ્માત : પતિ-પત્ની સહિત 3નાં ઘટનાસ્થળે મોત

Share

વલસાડના ભિલાડ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો. બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત થયા. જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

[google_ad]

વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ભિલાડ નજીક કનાડુ ગામના દંપતિનું મોત થયું છે. તેમજ અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કનાડુ ગામના મુકેશભાઈ નામનો વ્યક્તિ પોતાની પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતો ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં પતિ અને પત્ની બન્નેનું મોત થયું.

[google_ad]

આ અકસ્માતમાં મૃત્યુ પામનારા મુકેશભાઈ કનાડુ ગામના રહેવાસી છે અને તે પોતાની મ્યુઝિકલ પાર્ટી ચલાવતા હતા. તેમજ તેઓ ભાજપના અગ્રણી છે. ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય છે અને કનાડુ બેઠકના સભ્ય હતા. મુકેશભાઈ પોતાની પત્ની સાથે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો. જેથી તેઓનું તેમજ તેમની પત્નીનું ઘટના સ્થળે મોત થયું છે. જેને લઈ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

[google_ad]

આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ પર ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.\

 

 

From – Banaskantha Update


Share