સોનગઢ નજીક જાનૈયા ભરેલી બસ ટોલનાકા સાથે ધડાકાભેર અથડાઇ : જીવ બચાવવા લોકો બારીઓમાંથી કૂદયા

Share

 

સોનગઢના માંડલ નાકા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાનૈયા ભરેલી બસ ટોલનાકા સાથે અથડાઇ હતી. જેથી જાનમાંથી પરત ફરી રહેલા જાનૈયા સહીત ટોલનાકા પર કામ કરતી મહીલા કર્મચારીઓ સહીત 15 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેમાંથી 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

[google_ad]

 

 

સમગ્ર અકસ્માત અંગે પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, એક્સિડન્ટનાં સમગ્ર દૃશ્યો સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થતાં અફરા-તફરીનો માહોલ સર્જાયાનું સ્પષ્ટ દેખાઇ આવે છે. 70 થી 80 ની સ્પીડમાં બસ ટોલનાકા સાથે અથડાતાં બસની બારીઓમાંથી જીવ બચાવવા જાનૈયા કૂદી ગયા હતા.

[google_ad]

 

 

આ અકસ્માતની વિગત એવી છે કે, સોનગઢના માંડલ ગામ નજીક આવેલા ટોલનાકા પર અકસ્માત સર્જાયો હતો. ગુરૂવારે 11 વાગ્યાની આસપાસ શ્રી સમર્થ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ અથડાઇ હતી. મહારાષ્ટ્રના બુરહાનપુરથી જાન પરત ફરી રહી હતી. તે દરમિયાન બસ બેકાબૂ બની હોય એ રીતે ટોલનાકા સાથે અથડાતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઇને ટોલનાકાના કર્મચારીઓને ઇજાઓ પહોંચવાની સાથે ડરનો માહોલ પણ પેદા થયો હતો.

[google_ad]

 

 

માંડલ ટોલનાકા સાથે અથડાયેલી બસને પણ ભારે નુકશાન સર્જાયું હતું. જ્યારે બસમાં સવાર જાનૈયાઓમાંથી 15 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જ્યારે 4 વ્યક્તિઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં ટોલનાકા પર કામ કરતી બે મહીલાનો પણ સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

[google_ad]

 

 

ગુરૂવારે 11 વાગ્યા આસપાસ સર્જાયેલો અકસ્માત સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થયો હતો. જેમાં પૂરપાટઝડપે દોડતી આવતી બસ સૌપ્રથમ ટોલનાકાની કેબિનની સામેની સાઇડ અથડાયા બાદ ફંગોળાઇને કેબિન સાથે અથડાઇ હતી. ત્યાં કામ કરતી મહીલા માંડ જીવ બચાવીને ઉભી થઇ નાસવા પ્રયાસ કરતી દેખાય છે. જો કે, તેને પણ ઇજાઓ પહોંચી છે.

[google_ad]

 

 

 

બસ ફૂલ સ્પીડમાં હોવાથી ટોલનાકા પર ઉભા કરવામાં આવેલા સાઇન બોર્ડ અને ડીવાઇડરને ટક્કર મારતાં ત્યાં નુકશાન થયું છે. સાથે જ બસની આગળની ડાબી સાઇડના ભાગ અને કાચ સહીત કેબિનને ભારે નુકશાન થયું છે. જ્યારે બસ ટોલની કેબિન સાથે ધડાકાભેર અથડાઇ હોવાથી ટોલ કેબિનને પણ નુકશાન થયું છે. સાથે જ બસના સાઇડના પતરાં પણ તૂટી જતાં બસની અંદર મુસાફરી કરી રહેલા જાનૈયાઓને પણ ઇજાઓ પહોંચી છે.

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share