પાટણના ખાનસરોવરમાં એક આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરતા ચકચાર

Share

પાટણ શહેરના ખાનસરોવરમાં એક આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. યુવાનની લાશની નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમ દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી, પરંતુ લાશનો હજુ સુધી કોઇ પત્તો મળ્યો નથી.

[google_ad]

પાટણ શહેરનું ખાનસરોવર આત્મહત્યાનું એપી સેન્ટર બની ગયું છે. આત્મહત્યાની વધુ એક ઘટના આજે સવારે પ્રકાશમાં આવી હતી.સ જેમાં મળતી માહિતી મુજબ, મોદી સમાજના એક આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર ખાનસરોવરના ધસમસતા પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ત્યારે આ ઘટના અંગેની જાણ લોકોને થતાં લોકો ખાનસરોવર ખાતે દોડી આવ્યા હતા.

[google_ad]

 

આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર સહિત વિપક્ષના સુધરાઇ સભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની લાશની શોધખોળ કરવા માટે ફાયર ફાયટરના તરવૈયાઓએ તપાસ હાથ ધરી હતી. જોકેસ, હજુ સુધી લાશનો કોઇ પત્તો મળ્યો નથી. બનાવની જાણ થતાં પાટણ એ ડીવીઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

 

From – Banaskantha Update

 


Share