થરાદની કેનાલમાં એક વર્ષથી પાણી આવ્યું નથી છતાંય કેનાલ તૂટી જતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો

Share

થરાદની સાબા માઇનોર કેનાલમાં એક વર્ષથી પાણી આવ્યું નથી છતાંય કેનાલ તૂટી ગઇ છે. ખેડૂતો વર્ષથી પાણીથી વંચિત છે. જેને લઇ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 700 જેટલા ખેડૂતો માટે પિયત ધરાવતી ચાર કિ.મી. લંબાઇવાળી સાબા માઇનોરમાં છેલા એક વર્ષમાં પાણી આવ્યું નથી તેમ છતાં કેનાલ તૂટી ગયેલ છે.

[google_ad]

 

જે બાબતને તંત્રની કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત સાથે સરખાવીને સરેઆમ આક્ષેપો કરી રહ્યા છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘ચારથી પાંચ જગ્યાએ કેનાલ તુટેલી છે. નર્મદાની કચેરીમાં જઇને રજૂઆત કરવા છતાં રીપેરીંગ કરવા આવતાં નથી.

[google_ad]

advt

અધિકારીને ફોન કરીએ તો આજ અથવા કાલે રીપેરીંગ કરવા આવશે તેવા સામેથી જવાબમાં આપવામાં આવે છે. પરંતુ આજ સુધી કેનાલ રિપેર કરવા આવેલ નથી કે કેનાલમાંથી ઝાડી-ઝારખાનું કટીંગ પણ કરવામાં પણ આવ્યું નથી. બીજી બાજુ ખેડૂતોની મહામૂલી રવી સીઝન જઈ રહી હોવા છતાં પાણી ન મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશની લાગણી પ્રસરવા પામી છે.’ આ અંગે નર્મદા વિભાગના એસ.ઓ. દિનેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘તેઓ આ અંગેનું રિપોર્ટીંગ કરવા સ્થળ પર ગયા બાદ આગળની કાર્યવાહી ખેડૂતોને પાણી મળે તે માટે કરી કરશે.’

[google_ad]

 

 

ગામના ખેડૂત અગ્રણી જગશીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘પાંચ વર્ષથી કેનાલ બનાવવામાં આવી છે. પરંતુ આજ સુધી એક પણ વખત કેનાલનું પાણી છેવાડે પહોંચ્યું નથી. માત્ર અડધા સુધી જ પાણી મળે છે. આથી ગામના અનેક ખેડૂતો છતી કેનાલે પણ પિયતનો લાભ લઇ શકતા નથી. જેને લઇ ખેડૂતોમાં ભારે રોષની લાગણી પ્રવર્તેલી જોવા મળે છે.’

From – Banaskantha Update


Share