ડીસાના બે શિક્ષકો નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડથી સન્માનિત કરાયા

Share

સમગ્ર દેશમાં શિક્ષણ એક આવશ્યક જરૂરીયાત છે તેવા સમયે શિક્ષણમાં અનેક વર્ષોથી નવતર પ્રયોગોનું કાર્ય થતું રહ્યું છે. ત્યારે વર્ષ-2006 માં સ્થાપના થયેલ સ્ટેટ ઇનોવેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન-સોલાપુર-મહારાષ્ટ્ર દ્વારા સમગ્ર દેશમાંથી ઇનોવેટીવ ટીચર્સની પસંદગી કરવામાં આવે છે.

[google_ad]

આ વર્ષે દેશમાંથી પસંદ થયેલ શિક્ષકોમાં ગુજરાતના 10 ઇનોવેટીવ શિક્ષક મિત્રોનું સર ફાઉન્ડેશન-મહારાષ્ટ્ર દ્વારા લોનાવાલા મહારાષ્ટ્ર ખાતે બે દિવસ નેશનલ લેવલ એજ્યુકેશન ઇનોવેશન કોન્ફરન્સ-2021 માં ભાગ લઇ દેશમાંથી આવેલ ઇનોવેટીવ શિક્ષક મિત્રોના નવતર પ્રયોગો જાણવાનો એક અનેરો અવસર પ્રદાન થયો છે.

[google_ad]

advt

જેમાં બનાસકાંઠા જીલ્લાની ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગા ઢાંણી પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઇ નરસિંહભાઇ પ્રજાપતિ અને બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાની દશાનાવાસ પ્રાથમિક શાળાના શિક્ષક અનિલકુમાર મફતલાલ સમૌચા આ બંને શિક્ષક મિત્રોના ઇનોવેશનની પસંદગી થતાં તા. 09/11/2021 ને જ્ઞાન પંચમીના શુભ દિવસે સર ફાઉન્ડેશન-સોલાપુર દ્વારા ‘નેશનલ ટીચર ઇનોવેશન એવોર્ડ’ થી સન્માન કરતાં બનાસકાંઠા જીલ્લા અને ડીસા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

[google_ad]

 

આ સન્માનના સાચા હકદાર એ મારા નાના ભૂલંકાઓને આ સન્માન એમને અર્પણ કરતાં સર ફાઉન્ડેશન-સોલાપુર-મહારાષ્ટ્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતાં આનંદની લાગણી અનુભવું છું.

 

From – Banaskantha Update


Share