કાંકરેજના શિહોરીમાં જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાઇ

Share

જલારામ બાપાની 222 મી જન્મ જયંતિ નિમિત્તે કાંકરેજ તાલુકાના શિહોરીમાં આવેલ લોહાણા સમાજની વાડીમાંથી 29મી જન્મ જયંતિ નિમિત્તે ગુરૂવારે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.

[google_ad]

આ પ્રસંગે પ્રમુખ રસીકલાલ ઠક્કર, જયંતિલાલ ઠક્કર, રમેશભાઇ જીવરાણી, શિહોરીના પૂર્વ ડેપ્યુટી સરપંચ જયંતિલાલ ગણપતલાલ ઠક્કર સહીત મોટી સંખ્યામાં લોહાણા સમાજના અગ્રણીઓ અને મહીલાઓ જોડાઇ હતી.

[google_ad]

ત્યારે બગી અને ડી.જે. દ્વારા ગુરૂવારે જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને જય જલારામના જયઘોષ સાથે સમગ્ર શિહોરી શહેર ગુંજી ઉઠ્યું હતું અને શોભાયાત્રા લોહાણા સમાજની વાડીથી ગરીબ ચોક ફરીને નીજ સ્થાને પહોંચી હતીે.

[google_ad]

શિહોરીમાં જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ૨૯ મી શોભાયાત્રાનું સુંદર આયોજન કરાયું હતું.

 

From – Banaskantha Update


Share