ડીસામાં 222મી જલારામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઇ

Share

સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ગુરૂવારે 222 મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ડીસાના જલારામ મંદિરમાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરાઇ હતી. જેમાં 11 જેટલી જોડી યજ્ઞમાં બેસી આહુતી અપાઇ હતી.

[google_ad]

 

જ્યારે જલારામ સત્સંગ મંડળ દ્વારા સુંદર રીતે ભજન કીર્તનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો, હોદ્દેદારો અને ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જલારામ બાપાના ભજનનો લ્હાવો લીધો હતો.

[google_ad]

 

ભજન સત્સંગ કાર્યકમમાં ગરબે ઘૂમી જલારામ બાપાના રંગમાં રંગાઇ ગયા હતા. જ્યારે જલારામ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં શહેરીજનો દ્વારા જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પરંતુ દર વર્ષે જલારામ જયંતિ નિમિત્તે ડીસા શહેરમાં શોભાયાત્રા સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસની ગાઇડલાઇન અમલમાં હોય સરકાર દ્વારા મંજૂરી આપવામાં ન આવતાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સાદાઇ રીતે જલારામ જયંતિની ઉજવણી કરાઇ હતી.

[google_ad]

જેમાં બુંદીના પ્રસાદ સાથે ગરીબોને ભોજન આપવામાં આવ્યું હતું. જ્યારે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરાયું હતું. જ્યારે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી રક્તદાન એ મહાદાનનું પુણ્ય કમાયું હતું.

[google_ad]

 

આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા, નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, કારોબારી સમિતિના ચેરમેન જીગ્નેશભાઇ જોષી, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઇ ઠાકોર, પાણી પુરવઠા ચેરમેન અમિતભાઇ રાજગોર, દેવુભાઇ માળી, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરી જલારામ બાપાની ફ્રેમ આપી સન્માનિત કરાયા હતા.

From – Banaskantha Update


Share