અંબાજીમાં નવા વર્ષમાં ભક્તોએ દર્શન કરી દાનની સરવાણી વહેવડાવી : માં અંબાના ભંડારો છલકાયા

Share

નૂતન પર્વે અંબાજી લાખો શ્રદ્ધાળુઓથી ઊભરાયું હતું. એકમથી લાભ પાંચમ સુધી આઠ લાખ જેટલાં શ્રદ્ધાળુઓએ માં અંબાના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી. ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ દિવસમાં ટ્રસ્ટને 90.80 લાખની આવક થવા પામી છે.કોરોનાની મહામારી બાદ એક વર્ષ પછી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા રહેલા શક્તિ પીઠ અંબાજી ધામમાં લાખો શ્રદ્ધાળુઓ દીપાવલી પર્વે ઉભરાયા હતા. નૂતન વર્ષે માં અંબાના આશીર્વાદ ગ્રહણ કરવા આવેલા માઇ ભક્તોએ મુક્ત મને દાનની સરવાણી વહાવતા માં અંબાનો ભંડારો પણ છલકાઇ જવા પામ્યો હતો.

[google_ad]

 

વર્ષ 2020 માં કોરોનાની મહામારીને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં મંદિર દર્શનાર્થે બંધ રહેવા પામ્યું હતું. તે જોતા ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2019 નૂતન પર્વની સરખાણીએ વર્ષ 2021માં ટ્રસ્ટની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યાં ગત 2019 દીપાવલીના પાંચ દિવસ દરમિયાન 67 લાખ જેટલી આવક નોંધાવા સાથે રૂ.1.42 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ થવા પામ્યું હતું. જ્યારે વર્ષ 2021 ના દીપાવલી પર્વે એકમથી પાંચમ સુધી આઠ લાખ જેટલા માઇ ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા.

[google_ad]

advt

 

જો કે, બેસતા વર્ષે જ એક જ દિવસમાં પાંચ લાખ જેટલી આવક નોંધાઇ હતી. પાંચ દિવસ દરમિયાન રોકડ, ભેટ અને ભંડારની આવક મળી કુલ રૂ. 90.80 લાખની આવક નોંધાઈ છે. મંદિર સુવર્ણ શિખરમાં પણ ત્રણ લાખનું દાન નોંધાવા પામ્યું છે. જયારે 2.60 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ થવા પામ્યું છે.

[google_ad]

 

 

મંદિર સુવર્ણ શિખરમાં પણ ત્રણ લાખનું દાન નોંધાવા પામ્યું છે. જયારે 2.60 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ થવા પામ્યું છે.

From – Banaskantha Update


Share