ડીસામાં ગેસનો બાટલો લીકેજ થતાં લોકોમાં દોડધામ : મોટી જાનહાની ટળતાં લોકોએ હાશકારો અનુભવ્યો

Share

ડીસા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે રાંધણ ગેસના બાટલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતાં લાલાભાઇ લોધાના મકાનમાં આ ઘટના બની હતી અને આ ઘટના બનતાં લોકોમાં અફરા-તફરી મચી ગઇ હતી. જ્યારે મકાનમાં રાંધણ ગેસના બાટલામાં અચાનક લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરવખરીને મોટું નુકશાન પહોંચ્યું છે.

[google_ad]

 

સ્થાનિક લોકોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઇ રાહત અનુભવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ મોટી જાનહાની થઇ નથી પરંતુ રાંધણ ગેસના બાટલામાં લાગેલી આગને પગલે પરિવારને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

[google_ad]

રાંધણ ગેસનો બાટલો એચ.પી. ગેસ એજન્સીનો હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનામાં મોટી જાનહાની ટળતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

 

From – Banaskantha Update


Share