પાલનપુરમાં ધોળા દિવસે યુવકની હત્યા કરનારા વેવાઇ-વેવાણ અને જમાઇને પોલીસે ઝડપ્યા

Share

 

પાલનપુરમાં મંગળવારે કોઝી વિસ્તારમાં યુવકની હત્યા કરનારા તેના અગાઉના જમાઇ, વેવાઇ અને વેવાણને પોલીસે ઝડપી પાડયા હતા. દીકરીને છૂટાછેડા આપી બીજે વળાવતાં તેની અદાવત રાખી યુવકને અગાઉના વેવાઇ-વેવાણે પકડી રાખ્યો હતો. જ્યારે જમાઇએ છરીના ઘા મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પોલીસે ત્રણેય વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના લુણવા ગામના ગોપાલભાઇ કાળુભાઇ વેડુ (ઉં.વ. આ. 45) મંગળવારે પાલનપુર કોઝી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં તેમના જમાઇ વિરાભાઇ હરિભાઇ વેડુના ખબર અંતર પૂછવા માટે તેમના પુત્ર વિક્રમ (ઉં.વ.આ. 15) સાથે આવ્યા હતા. ત્યારે અગાઉ તેમની દીકરીના લગ્ન કર્યા હતા. તે જમાઇ પાલનપુર તાલુકાના વગદાનો માધવ પરથીભાઇ દેવીપૂજક, વેવાઇ પરથીભાઇ અમરતભાઇ દેવીપૂજક અને વેવાણ મધુબેન પરથીભાઇ વેડું ત્યાં આવ્યા હતા.

[google_ad]

 

 

 

જેમણે તારી દીકરી મંજુને અમારા દીકરા સાથે લગ્ન કરાવી છૂટાછેડા કરાવી બીજે કેમ વળાવી છે. તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. જે બોલવાની ના પાડતાં ત્રણેય વ્યક્તિઓ ઉશ્કેરાઇ ગયા હતા. જ્યાં વેવાઇ પરથીભાઇ અને વેવાણ મધુબેને ગોપાલભાઇને પાછળથી પકડી રાખ્યા હતા. જ્યારે અગાઉના જમાઇ માધવે છરી વડે ગળા અને પેટના ભાગે ઘા મારી હત્યા કરી હતી. દરમિયાન પી.આઇ. એસ. એ. ડાભીએ ત્રણેય વ્યક્તિઓને ઝડપી પાડયા હતા.

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 

 


Share