બનાસકાંઠામાં ભાજપના ત્રણ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરાયાં

Share

બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી સહકારી મધ્યસ્થ બેંકની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના દિગ્ગજ ત્રણ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ શિસ્તભંગના પગલા રૂપે પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ભાજપનું મેન્ડેડ હોવા છતાં પોતાની ઉમેદવારી ચાલુ રાખતા ભાજપ દ્વારા ત્રણેય ઉમેદવારોને સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.

[google_ad]

જિલ્લાની સૌથી મોટી સહકારી મધ્યસ્થ બેંકની ચૂંટણીમાં દિવસેને દિવસે રસાકસી જોવા મળી રહી છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા બેંકની ચૂંટણી માટે ઉમેદવારોને મેન્ડેડ આપવામાં આવ્યાં હતા.

[google_ad]

જોકે, આ મેન્ડેડ સામે પણ ઉમેદવારોએ ઉમેદવારી ચાલુ રાખતા ભાજપ પક્ષ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાજપ પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજા પટેલ, વડગામ માર્કેટયાર્ડ ચેરમેન કેશર ચૌધરી, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

[google_ad]

ભાજપનું મેન્ડેડ અન્ય ઉમેદવારોને હોવા છતાં પોતાની ઉમેદવારી ચાલુ રાખતા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ભાજપે દિગ્ગજ આગેવાનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા હાલ જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.

 

 

From – Banaskantha Update


Share