પાટણના હારીજ-ચાણસ્મા રોડ પર કેનાલમાં એક યુવક બાઈક સાથે ખાબકતાં ફાયર બ્રિગેડ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. આશરે 18 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. પાટણ શહેરના પનાગર વાડામાં રહેતાં ભૂમિત શંકરલાલ પટેલ સોમવારની સાંજે પોતાનું બાઇક લઇને ચાણસ્મા-હારીજ રોડ પર આવેલા ભાટસર કેનાલ પરથી પસાર થઈ રહ્યા હતા.
[google_ad]
ત્યારે અગમ્ય કારણોસર તે બાઈક સાથે કેનાલમાં ખાબક્યા હતા. આ દ્રશ્ય માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓએ જોતાં અને આ મામલે અન્ય લોકોની સાથે સાથે ચાણસ્મા અને પાટણ નગરપાલિકાના ફાયર-ફાઈટરોને જાણ થતાં ફાયર-ફાઈટરના જવાનોએ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી બાઈક સાથે કેનાલમાં પડેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી.
[google_ad]

બાઇક મળી આવ્યા બાદ મોડી સાંજ સુધી શોધખોળ કરાયા બાદ પણ યુવકનો મૃતદેહ મળ્યો ન હતો. જેથી મંગળવારે બીજા દિવસે વહેલી સવારથી શોધખોળ શરૂ કરાઇ હતી. અંતે યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. મૃતદેહ બહાર કાઢીને તેને ચાણસ્મા સિવિલ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પી.એમ બાદ મૃતદેહ પરિવારને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update