બનાસકાંઠામાં નવા વર્ષેના પ્રારંભે જ અલગ-અલગ 13 માર્ગ અકસ્માતમાં ચાર દિવસમાં 13 વ્યક્તિના મોત

Share

ચાર દિવસમાં પાલનપુરના જગાણા, પીરોજપુરા, દલવાડા, દાંતીવાડાના ઓઢવા, અમીરગઢના ચેખલા, ડીસાના સોતમલા, વડગામના ભરકાવાડા, ચિત્રોડા, જલોત્રા દાંતીવાડાના આરખી, ધાનેરાના માલોત્રા અને થરાદ નજીક અકસ્માતો સર્જાયા હતા. જેમાં 13 વ્યકિતઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 14 ને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

[google_ad]

દાંતીવાડાના શેરગઢ ગામના શ્રવણભાઇ ધર્માજી ઠાકોર (ઉ.વ.30) દિવાળીના દિવસે તેમના પત્ની શિલ્પાબેન (ઉ.વ.25) અને પુત્રી જમના (ઉ.વ. 5 માસ) સાથે બાઇક નં. GJ-01-L-E-6550 લઇ તેમની સાસરી ડીસા તાલુકાના ધનાવાડા ગયા હતા. તે વખતે ઓઢવા ગામની સીમમાં ઇકો નં. GJ-18-BJ-4726 ના ચાલકે બાઇકને ટક્કર મારતાં માતા-પિતા અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ અંગે વેરસીભાઇ ધર્માજી ઠાકોરે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

advt

રાજસ્થાનના શિરોહી જીલ્લાના રેવદર તાલુકાના વડેચી ગામના ભરતકુમાર સરદારભાઇ કોળી (ઉ.વ.18) અને સુરેશભાઇ કાળુભાઇ કોળી (ઉ.વ.19) બાઇક નં. GJ-01-PE-3436 ઉપર શનિવારે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે સદારામ બાપાના મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે કાર નં. GJ-18-BJ-1205 ના ચાલકે ટક્કરે મારતાં બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. આ અંગે ગણેશરામ નરસાજી કોળીએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

 

અમીરગઢ તાલુકાના ખાપા ગામના કીકાભાઇ બાબુભાઇ ડુંગાઇસા અને પાલડીખેડા (કપાસીયા)ના સોમાભાઇ આશાભાઇ પરમાર બાઇક નં. GJ- 08-BK-7807 ઉપર મલાણા ગામે જઇ રહ્યા હતા. ત્યારે ચેખલા નજીક બાઇક આગળ જતાં અજાણ્યા વાહનની પાછળ અથડાયું હતુ. જેમાં સોમાભાઇનું મોત નિપજ્યુ હતુ. જ્યારે કીકાભાઇને ઇજાઓ થવા પામી હતી. આ અંગે આશાભાઇ ખીમાભાઇ પરમારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

 

વડગામના ભરકાવાડાના પ્રતાપજી રણછોડજી રાઠોડ (ઉ. 70) બુધવારે રોડ ક્રોસ કરી સાઇડમાં જઇ રહ્યા હતા. ત્યારે કાર નં. GJ-38-B-9001ના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રતાપજીને ગંભીર ઇજાઓ થતાં પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગે ભગવાનસિંહ રણછોડસિંહ રાજપૂતે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

 

વડગામ તાલુકાના છાપી ગામે રહેતા સુનીલભાઇ નટવરભાઇ પટણી ગામના ટ્રેકટર નં. GJ-08-BF-5338 માં લાકડા ભરવા ગયા હતા. દરમિયાન ચિત્રોડા ગામની સીમમાં ટ્રેકટર પલટી ગયું હતુ. જેમાં સુનીલભાઇને ગંભીર ઇજાઓ થતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. આ અંગે અમરતબેન નટવરભાઇ પટણીએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

 

વાવ તાલુકાના ગોલગાવના મુકેશભાઇ રતાભાઇ આસલ (ઉ.વ. 22), વાવ તાલુકાના અસારાના મુકેશભાઇ મોહનભાઇ ગલચર (ઉ.વ. 18) અને ગોલગાવના વિક્રમભાઇ બબાભાઇ આસલ (ઉ.વ.19) શુક્રવારે અસારાવાસ જવા નીકળ્યા હતા. ત્યારે ખીમાણાવાસ નજીક કાર નં. GJ-01- H-P- 4641ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેમાં મુકેશભાઇ રતાભાઇ આસલનું મોત નિપજ્યુ હતુ. આ અંગે રતાભાઇ નાગજીભાઇ આસલે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

ધાનેરા તાલુકાના ધર્મેશભાઇ શીવાભાઇ સોલંકી, વિનોદકુમાર મુળાજી સોલંકી અને કાન્થુભાઇ ચંદુભાઇ રોમસણા અને કિરણભાઇ શીવાભાઇ સોલંકી બે બાઇક લઇ સુંધામાતા દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે દાંતીવાડાના આરખી ગામ નજીક સામેથી આવેલા બાઇક નં. GJ-08-એ-એમ-2497ના ચાલકે બાઇક નં. GJ-08-C-E- 5068ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કિરણભાઇનું મોત નિપજ્યુ હતુ. જ્યારે કાન્થુભાઇને ઇજાઓ થવા પામી હતી. આ અંગે ધર્મેશભાઇએ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

વડગામ તાલુકાના ચાંગા ગામના નરેશભાઇ પ્રહલાદભાઇ શ્રીમાળી (ઉ.વ.32) રવિવારે પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર જગાણા ગામ નજીક હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. તે વખતે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગે કૃષ્ણકાંત પ્રહલાદભાઇ શ્રીમાળીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પાલનપુર તાલુકાના પીરોજપુરા ટાંકણી નજીક બાઇક નં. GJ-08-A-N-3793ને સામેથી આવેલા બાઇક ચાલકે ટક્રકર મારી હતી. આ અકસ્માતમાં દિનેશભાઇ ગીરધરભાઇ ભગતનું મોત નિપજ્યું હતુ. આ અંગે જીતુભાઇ ગીરધરભાઇ ભગતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

થરાદની નર્મદા નિગમની બોલેરો જીપના ચાલક રમેશભાઇ અમરસિંહ ઠાકોર (ઉ.વ.35) દિવાળીના દિવસે તેના વતન રાધનપુર તાલુકાના ઓઢવનગર સુલતાનપુરા ગામે જવા માટે પોતાના બાઇક નં GJ-24-AC-3103 લઇને નીકળ્યો હતો. જો કે, થરાદ મીઠા હાઇવે પર સણધર દેવપુરાની સીમમાં મોટરસાયકલ સ્લીપ થતાં તેમનું મોત નિપજ્યુ હતુ.

 

From – Banaskantha Update


Share