અમીરગઢમાં પોલીસે રૂ. 4.50 લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપ્યો

Share

અમીરગઢ પાલનપુર હાઇવે પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ભરેલી સ્કોડા ગાડી ઝડપાઇ છે. કુલ રૂ. 4 લાખ 50 હજારનો મુદ્દામાલ પકડી પાડી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

અમીરગઢ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે એક સ્કોડા ગાડી MH-04-CM-4487 ને અમીરગઢથી પાલનપુર જવાના રસ્તા પર રોકી ચેક કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડી રૂ. 4 લાખ 50 હજારનો કુલ મુદ્દામાલ કબ્જે લીધો છે.

[google_ad]

advt

જ્યારે આરોપી રોહિત સુથાર (રહે. શાંતિનગર સી બિલ્ડીંગ જૈન ટેમ્પલ વેસ્ટ મહારાષ્ટ્ર મુંબઈ)વાળાની પકડી પાડી ચાલક વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી ધરી છે.

 

From – Banaskantha Update


Share