ધાનેરા તાલુકાના સોતવાડા રેલ્વે ફાટક નજીક ગુરૂવારે યુવકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ રેલ્વે પોલીસને જાણ કરતાં રેલ્વે પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ. અર્થે ધાનેરા રેફરલમાં ખસેડી હતી. આ અંગે ધાનેરા રેલ્વે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના સોતવાડા રેલ્વે ફાટક નજીક ગુરૂવારે યુવકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતાં અરેરાટી વ્યાપી ગઇ છે. જેમાં ધાનેરા તાલુકાના જાડી ગામના ભગવાનભાઇ ઠાકોર (ઉં.વ.આ. ૧૯) અગમ્ય કારણોસર જીવનલીલા સંંકેલી લીધી છે.
[google_ad]
આ બનાવની જાણ સ્થાનિક લોકોએ રેલ્વે પોલીસને જાણ કરતાં રેલ્વે પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે ધાનેરા રેફરલમાં ખસેડી હતી. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. યુવકે ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ અંગે ધાનેરા રેલ્વે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update