દિવાળી પર્વના વેકેશનને માણવા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓ ઉમટયા

Share

બનાસકાંઠા જીલ્લાને અડીને આવેલું હીલ સ્ટેશન માઉન્ટ આબુ સમગ્ર ગુજરાત સહીત અનેક રાજ્યોના લોકો માટે પ્રવાસન સ્થળ છે. દર વર્ષે દિવાળી તેમજ ઉનાળાનું વેકેશન પડતાં લોકો મોટી સંખ્યામાં હીલ સ્ટેશન માઉન્ટ આબુ હરવા ફરવા આવતાં હોય છે. ત્યારે આ વર્ષે પણ દિવાળીના વેકેશનને લઇને પ્રવાસીઓનો ધસારો માઉન્ટઆબુ તરફ શરૂ થઈ ગયો છે. ત્યારે માઉન્ટ આબુ પ્રવાસે આવતાં પર્યટકોને કોઈ અગવડતા ન પડે તેને લઈ તંત્ર સજ્જ બન્યું છે.

[google_ad]

છેલ્લા બે વર્ષથી કોરોના જેવી મહામારીના કારણે લોકોને ઘરની અંદર પુરાઈ રહેવું પડયું હતું. લોકડાઉનને લઇ લોકો ઘરની બહાર પણ નીકળી શક્યા નહોતા. સમગ્ર દેશમાં ધાર્મિક સ્થળો, પિકનિક સ્થળો અને હોટેલ સહીત મંદિરોમાં લોકોના પ્રવેશ પર પાબંધી લગાવવામાં આવી હતી. ત્યારે હવે દોઢ વર્ષ જેટલા સમય બાદ કોરોના મહામારી ઓછી થતાં સરકાર દ્વારા પણ તમામ જગ્યાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે છૂટછાટ આપવામાં આવી છે.

[google_ad]

હાલમાં દિવાળી વેકેશનને લઇ લોકો ફરવા માટે નીકળ્યાં છે. ત્યારે હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં લોકોનો ધસારો શરૂ થયો છે. ફરવા આવતાં લોકોને કોઈ તકલીફના પડે તે માટે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરાઇ છે.

From – Banaskantha Update


Share