આપણી હિન્દુ સંસ્કૃતિની પ્રજા તહેવારોની ઉજવણી જબરદસ્ત કરે છે. ભાતીગળ લોક સંસ્કૃતિમાં મેળાનું આગવું સ્થાન રહેલું છે. સામાન્ય ગ્રામ્ય પ્રદેશોમાં ભરાતા મેળામાં ઠાઠમાઠથી લોકો મહાલતા હોય ત્યારે ભીલડી નજીક આવેલા પેપળુ ગામે નવા વર્ષના મેળો ભરાય છે. જે આ પંથકની આગવી ઓળખ સમાન છે.
[google_ad]
ભાઈબીજના પવિત્ર દિવસે વર્ષોથી પરંપરા મુજબ નકળંગ મહારાજનો મોટો મેળો ભરાય છે. બેસતા વર્ષની રાત્રે બખ્તર ધારણ કરી મુડેઠા ગામના દરબાર ભાઈઓ વર્ષોના કોલ પ્રમાણે ઘોડે સવારી થઈ તેમની પરંપરાગત રીતે અનુસરે છે અને ઘોડે સવાર થઈ આવતાં દરબાર ભાઇઓનું મહંત દ્વારા સ્વાગત સાથે તિલક વિધિ કરવામાં આવે છે. જેને જોવા હજારોની જનમેદની ઉમટી પડે છે અને મોડી રાત સુધી લોકો મેળાની મોજ માણે છે. બીજા દિવસે ભાઈબીજના દર્શન કરવા લોકો ઉમટી પડતાં હોય છે.
[google_ad]

સમગ્ર દિવસ દરમિયાન ભરચક માહોલ જામતો રહે છે. મેળાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. બેસતું વર્ષ અને ભાઈબીજ ભરાતાં મેળાને લઇ નકળંગ ધામના મહંત બાબુપુરી મહારાજે જણાવ્યું હતું કે, મેળામાં ગામના સ્વયંસેવકો દ્વારા ખડે પગે સેવા કરી મેળામાં આવતા દર્શનાર્થીઓને સુખરૂપ રીતે દર્શન થાય તેની વ્યવસ્થા કરવામાં આવે છે.
[google_ad]
મંદિર દ્વારા પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે કોરોનાની મહામારી બાદ ભરાતાં મેળાને લઇ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોને સાવધાની સાથે નકળંગ ભગવાનના દર્શન કરવા મંદિરના મહંત દ્વારા અપીલ કરવામાં આવી છે.
From – Banaskantha Update