ભાભર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં રહેતાં તારાબેન ભાગજી તખાજી દુમાદરાના કાચા મકાનમાં ગઈકાલે સાંજે ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન સમયે તેમના ઘરમાં રસોઇ બનાવી રહ્યા હતા. ત્યારે ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ ભભૂકી હતી. અચનાક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પરીવાર હાંફળો ફાફળો થઈ ગયો હતો.
[google_ad]
ઘરમાં રહેલ ઘરવખરી સહીત રોકડા રૂ. 40 થી 50 હજાર આગમાં બળી ગયા હોવાનું ભગાજી ઠાકોરે જણાવ્યું હતું. આગ જોઈ આજુબાજુ વિસ્તારના ખેડૂતો દોડી આવી બાજુમાં બાંધેલ ભેંસોની અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવતા બચાવ થયો હતો. પરંતુ ઘરવખરી અંદાજીત રોકડ રકમ રૂ. 40,000 થી 50,000 બળીને ભસ્મ થઈ ગયું હતું.
[google_ad]

ગરીબ ખેડૂત પરિવારને અંદાજીત રૂ.1,50,000 નું નુકશાન થયુ હોવાનું જાણવા મળ્યું છે. ભાભર નગરપાલિકાના ફાયર-ફાઈટરને જાણ કરતાં ધટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. દિવાળીના તહેવારોમાં આગ લાગતાં 3 બાળકો સહીત 5 વ્યક્તિનો પરિવાર નોંધારો બની ગયો છે. સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
From – Banaskantha Update