દાંતીવાડામાં ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ માસની પુત્રી સહિત માતા પિતાનું મોત

Share

દાંતીવાડાના ઓઢવા ગામની સિમ પાસે દિવાળીના દિવસે ઇકો ગાડીના ચાલકે બાઈક પર સવાર પુત્રી સહિત માતા પિતાને ટક્કર મારતા અકસ્માતમાં ત્રણેયના મોત થતા પરિવારમાં માતમ છવાયો.

 

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે દિવાળીના દિવસે દાંતીવાડા તાલુકાના શેરગઢ ખાતે રહેતા શ્રવણભાઈ ધર્માભાઈ ટાયાણી (ઠાકોર)તેમની પત્ની શિલ્પાબેન શ્રવણભાઈ ટાયાણી (ઠાકોર) અને તેમની પાંચ માસની નાની દીકરી જમના પોતાનું મોટર સાઇકલ નંબર GJ-01-LE-6550 પોતાના ઘરેથી સવારે નવ વાગે તેમના સાસરે ડીસા તાલુકાના ધનાવાડા ગયા હતા અને સાંજે 6 વાગે તેમના સાસરેથી તેમના મોટરસાઇકલ પર પોતાના ઘરે આવી રહ્યા હતા.

[google_ad]

તે દરમિયાન દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામની સિમ પાસે આવતા ઓઢવા ગામ તરફથી રાજકોટ તરફ પુર ઝડપમાં ગફલક ભર્યું ડ્રાઈવિંગ કરી આવી રહેલ ઇકો ગાડી નંબર GJ-18-BJ-4726ના ચાલકે સામે આવી રહેલ મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

અકસ્માતની ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર ઇકોગાડીનો ચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં મોટરસાઇકલ સવાર શ્રવણભાઈ ધર્માભાઈ ટાયાણી (ઠાકોર)તેમની પત્ની શિલ્પાબેન શ્રવણભાઈ ટાયાણી(ઠાકોર)તેમજ તેમની પાંચ માસની નાની દીકરી જમના ગંભીર ઇજા થતાં સારવાર માટે 108 મારફતે પાંથાવાડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

[google_ad]

જેમાં સારવાર દરમિયાન માતા પુત્રીનું મોત થયું હતું. તેમજ શ્રવણભાઈ ધર્માભાઈ ટાયાણી (ઠાકોર)ની હાલત ગંભીર હોવાથી સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે લઈ જતા વાઘરોળ ચોકડી નજીક શ્રવણભાઈ ધર્માભાઈ ટાયાણી(ઠાકોર)નું પણ મોત થયું હતું. જે બાદ આ પુત્રી સહિત માતા-પિતની લાશને પાંથાવાડા સિવિલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી.

 

[google_ad]

એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. તેમજ અકસ્માત સર્જનાર ઇકો ગાડી નંબર GJ-18-BJ-4726ના ચાલક વિરુદ્ધ મૃતક શ્રવણભાઈ ટાયાણી(ઠાકોર)ના ભાઈ વેરશીભાઈ ધર્માભાઈ ટાયાણી (ઠાકોર)દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર ઇકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

From – Banaskantha Update


Share