પાલનપુરમાં અવાર-નવાર રીક્ષાઓ ખોટવાઈ જતાં ટ્રાફીકજામ સર્જાયો

Share

શહેરના મુખ્ય માર્ગો પર હાલમાં દિવાળીની ખરીદી માટે ભારે ભીડ રહે છે. તેવામાં છાશવારે રીક્ષાઓ બંધ પડતાં વારંવાર ટ્રાફીક જામ થાય છે. કિલોમીટર પૂરા થઈ ગયેલી રિક્ષા રેલ્વે ઓવરબ્રિજ પર અવારનવાર ખોટવાઈ જાય છે. જેના લીધે આવી રીક્ષાઓ પુલ પરથી પસાર ના કરવા ટ્રાફીક કર્મચારીઓએ તાકીદ કરી છે.

[google_ad]

 

પાલનપુરમાં 5 હજારથી વધુ રીક્ષાઓ ફરી રહી છે. શહેરમાં ફરતાં અવકાશી નજારા માત્ર પીળા હુડ દેખાય છે. શહેરમાં રોજ રોજ નવી રીક્ષાઓ ઉમેરાય છે. ઉપરાંત તાલુકાના 30 વધુ ગામો શહેરથી કનેક્ટ હોવાથી રીક્ષાઓ દ્વારા અવર-જવર પણ રહે છે.

[google_ad]

advt

શહેરમાં હાલમાં તમામ માર્ગો ઉપર ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે તેવામાં સૌથી વધુ ભીડ પાલનપુર રેલ્વે ઓવરબ્રિજ પર રહે છે. જ્યાં બ્રિજનું સમારકામ ચાલતું હોવાથી અવાર-નવાર ટ્રાફીક જામની સ્થિતિ સર્જાય છે.

[google_ad]

 

 

અધૂરામાં પૂરું શહેરના અમીર રોડ ચાર રસ્તાથી લઇ ગઠામણ દરવાજાના માર્ગ પર પણ ટ્રાફીક જામના લીધે વાહન વ્યવહાર અટવાઈ જાય છે.

 

From – Banaskantha Update


Share