પાટણ-ડીસા હાઇવે માર્ગ પર વડુ-વાગડોદના પુલ નજીક મુસાફરો ભરેલ ઇકો મારુતિ વાન અગમ્ય કારણોસર પૂલ સાથે ધડાકાભેર અથડાતાં વાનમાં સવાર 6 જેટલાં મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતાં ઇજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
[google_ad]
સૂત્રોના જણાવ્યા અનુસાર પાટણ જીલ્લાને જોડતા અંતરીયાળ વિસ્તારો અને ગામડાઓમાંથી લોકો ખરીદી માટે વેપારી મથક પાટણ ખાતે ખાનગી જીપો અને ખાનગી મારુતિ વાનમાં મુસાફરી કરીને આવતાં હોય છે. ત્યારે આવા ખાનગી વાહન ચાલકો મુસાફરો મેળવવાની લ્હાયમાં ક્યારેક પોતાનું વાહન બેફામ ગતિએ હંકારતા અકસ્માતોનો ભોગ બનતાં હોય છે. ત્યારે આવી જ એક ઘટના બુધવારના રોજ વાગડોદ પૂલ નજીક બનવા પામી હતી.
[google_ad]

પાટણથી વાગડોદ તરફ પેસેન્જર ભરીને જતી એક મારુતિ વાનના ચાલકે ગફલત ભરી રીતે ડ્રાઇવિંગ કરતાં તેની વાન વાગડોદ પૂલની દિવાલ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાનમાં સવાર 6 જેટલાં મુસાફરો રોડ પર ફંગોળાઇ જતાં લોહીલુહાણ થઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
[google_ad]
તો આ બનાવને પગલે ગાડીનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત તમામ મુસાફરોને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે પાટણ ડીસા હાઇવે પર વાગડોદ પૂલ નજીક ચક્કાજામ ટ્રાફીક સર્જાયો હતો. તેમજ પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
From – Banaskantha Update