દિયોદરના કોતરવાડામાં પૂળામાં આગ લાગતાં દોડધામ

Share

દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રહેતાં ઈશ્વરજી ખુમાજી ઠાકોર ખેતી સાથે પશુપાલનનો પૂરક વ્યવસાય કરી પરીવારનું માંડ ગુજરાન ચલાવે છે. પશુઓના નિભાવ માટે તેમણે ઘરની બાજુમાં બાજરીના પૂળા ખડેકલ હતા.

[google_ad]

તેમાં આજે સાંજના સુમારે અચાનક આગ લાગતાં અફડાતફડી મચી હતી. જેના પગલે દુકાનદારો તેમજ આજુબાજુ રહેતાં ખેડૂતો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી મહા મુસીબતે આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગની કાતિલ જવાળાઓમાં 2 હજાર જેટલાં પૂળા બળીને ખાખ થઈ ગયા હતા.

[google_ad]

advt

 

આજની કારમી મોંઘવારીમાં બિયારણથી માંડી ખેડાઈના ભાવો પણ વધી જતાં ખેતી પણ મોંઘીદાટ બની ગઈ છે. તેથી બાજરીના પૂળા બળી જતાં ખેડૂત માટે ‘પડતાં ઉપર પાટુ’ નો ઘાટ ઘડાયો છે. આ બાબતે કોતરવાડા ગ્રામ પંચાયતના તલાટીને જાણ કરાઈ છે. ત્યારે તંત્ર દ્વારા નુકસાનનો સર્વે કરાવી ગરીબ ખેડૂતને સહાય ચૂકવાય તેવો જનમત પ્રવર્તે છે.

 

From – Banaskantha Update


Share