ડીસાના મોટા રસાણા ગામમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં મહીલા ઉપર ત્રણ વ્યક્તિઓએ હુમલો કરી માર મારતાં પીડીત મહીલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના મોટા રસાણા ગામમાં ભાડાના મકાનમાં રહેતાં ગીતાબેન સેધસિંહ ચૌહાણ (દરબાર) પોતાના ઘરે હતા. તે દરમિયાન ગામના જ અશ્વિનભાઇ પરમાર અને અમિતભાઇ પરમાર ફટાકડા સળગાવીને ગીતાબેનના ઘર ઉપર નાખતાં હોઇ આ બાબતે ગીતાબેને ફટાકડા નાખવાની ના પાડી હતી.
[google_ad]

તે દરમિયાન બળદેવભાઇના પત્ની સીતાબેન ઘરમાંથી દોડી આવ્યા હતા અને ઉશ્કેરાઇ જઇ મનફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને અશ્વિનભાઇ અને અમિતભાઇ પણ ગીતાબેનને ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે મહીલાએ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update