પાલનપુરમાં ધનતેરસે સોના-ચાંદીના દાગીનાની ખરીદીમાં ઝગમગાટ જોવા મળ્યો

Share

પાલનપુરમાં દિવાળીના તહેવારને લઇ પ્રજાજનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યાં મંગળવારે ધનતેરસે સોના-ચાંદીની ખરીદીમાં ઝગમગાટ જોવા મળ્યો હતો. શહેરની 365 શો રૂમ તેમજ નાની મોટી દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

[google_ad]

 

સાંજ સુધીમાં પાંચ કરોડ ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ખરીદી થઈ હતી. પાલનપુરમાં છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સરકારી નિયંત્રણો વચ્ચે બજાર બંધ રહેતા દિપાવલી સહીતના તહેવારોની ઉજવણી થઇ ન હતી. જોકે, આ વર્ષે કોરોનાના કેસો ન હોવાથી દિપાવલીના તહેવારો ઉજવવા પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

[google_ad]

advt

 

દિપાવલીને આડે હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. જ્યાં મંગળવારે ધનતેરસનું પર્વ વેપારીઓ માટે ખૂબ જ શુકનવંતુ પુરવાર થયું હતું. આ અંગે વેપારી રીકેનભાઈ અટોસે જણાવ્યું હતુ કે, શહેરમાં સોના- ચાંદીનાના દાગીનાના શો- રૂમ તેમજ નાની – મોટી 365 દુકાનોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી હતી. સાંજ સુધીમાં શહેરમાં રૂપિયા 5 કરોડના સોના- ચાંદીના દાગીનાનું વેચાણ થયું હતુ.

[google_ad]

 

પાલનપુરમાં બે વર્ષથી કોરોનાનો વાયરસ હોવાથી સોના- ચાંદી બજારમાં ખરીદી ઘટી હતી.જોકે, આ વર્ષે કુદરતની મહેર હોવાથી દરેક તહેવારો ઉજવાઇ રહ્યા છે. ગત વર્ષે માંડ બે કરોડ જેટલી ખરીદી થઈ હતી. જે આ વર્ષે ધન તેરસે બેવડાઈ છે.

From – Banaskantha Update


Share