પાલનપુરના જગાણા નજીક કારે એકટીવા ચાલકને ટક્કર મારતા યુવક ઈજાગ્રસ્ત

Share

પાલનપુર-અમદાવાદ હાઇવે પર જગાણા નજીક કારની ટક્કરે એક્ટિવા ચાલક યુવકને ઇજાઓ થઇ હતી. મોલમાંથી ઘરે જતી વખતે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

advt

[google_ad]

પાલનપુર ગૌરીપાર્ક સોસાયટીમાં રહેતા મુકેશભાઇ પરખાભાઇ રાજગોરનો પુત્ર જયદેવ (ઉ.વ.20) એક્ટિવા નં. GJ-08-BM-8375 લઇ સોમવારે રાત્રે મોલમાંથી નોકરી કરી ઘરે પરત આવી રહ્યો હતો. ત્યારે કાર નં. GJ-08-CC-3862ના ચાલકે ટક્કર મારી હતી.

[google_ad]

આ અકસ્માતમાં જયદેવને માથા તેમજ ડાઢીના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મુકેશભાઇ રાજગોરે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છુટેલા કાર ચાલક સામે ગૂનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share