બનાસ બેંકની ચૂંટણીમાં 68 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા : 9 બેઠક પર 21 ઉમેદવારો ચૂંટણીનો જંગ ખેલશે

Share

બનાસકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નિયામક મંડળના 19 સભ્યોની ચૂંટણીની ઉમેદવારી માટે 89 ઉમેદવારી પત્ર ભરાયા હતા. જેમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં 68 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા 10 બેઠક બિન હરીફ થઈ છે. જ્યારે બાકીની 9 બેઠક પર 21 ઉમેદવારો આમને સામને લડી રહ્યા છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વર્તમાન નિયામક મંડળના સભ્યોની મુદત પૂર્ણ થતાં નવા નિયામક મંડળની 19 સભ્યોની નિયુક્તિ માટે તા.12 નવેમ્બરના રોજ ચૂંટણી જાહેર કરાઈ છે. જેમાં અગાઉ 6 બેઠકો બિન હરીફ થયા બાદ કુલ 89 ઉમેદવારોમાંથી વધુ 68 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા વધુ ચાર બેઠક બિન હરીફ થઈ છે. જ્યારે બાકીની 9 બેઠક પર 21 ઉમેદવારો ચૂંટણીના જંગમાં આમને સામને લડશે.

From – banaskantha Update


Share