ડીસાથી કુડા સહીત 10 ગામોની બસ બે દિવસથી બંધ થતાં મુસાફરો અટવાયા

Share

 

ડીસામાં આવેલ નવા બસ સ્ટેશનમાં ડીસાથી કુડા સહીતના 10 ગામની બસ બે દિવસથી બંધ રહેતાં મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. બસ સેવા ચાલુ કરવા માટે મંગળવારે નવા બસ સ્ટેશનમાં મુસાફરોએ વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

 

 

હિન્દુઓનો પવિત્ર તહેવાર ગણાતો દિવાળી પર્વના બે દિવસ બાકી રહ્યા છે. જેથી ગામડામાંથી લોકો અલગ-અલગ શહેરમાં ધંધા-રોજગાર માટે જતાં હોય છે અને હિન્દુઓનો પવિત્ર તહેવાર દિવાળીના પર્વ નિમિત્તે શહેરમાંથી ધંધા-રોજગાર બંધ કરી દિવાળીના પર્વની ઉજવણી કરવા માટે પોતાના વતન જવા માટે જતાં હોય છે.

[google_ad]

 

 

ત્યારે ડીસામાં આવેલ નવા બસ સ્ટેશનમાં ડીસાથી કુડા સહીતના 10 ગામોમાં જતી બસ સેવા બે દિવસથી બંધ રહેતાં મુસાફરો અટવાયા હતા અને આ ડીસા સહીત કુંડાના 10 ગામોમાં જતી બસ સેવા ચાલુ કરવા માટે મંગળવારે તમામ મુસાફરોએ નવા બસ સ્ટેશનમાં વિરોધ નોંધાવ્યો હતો અને બસ સેવા ચાલુ કરવા માટે ઉગ્ર રજૂઆત કરાઇ હતી.

[google_ad]

 

 

From-Banaskantha update

 

 


Share