દિવાળીના પર્વને લઈને બજારો ધમધમ્યા : બનાસકાંઠામાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી

Share

સોમવાર વાઘ બારસના પવિત્ર દિવસથી દીપોત્સવી પર્વની શરૂઆત થતાં જ પાલનપુર શહેરમાં તેની સ્પષ્ટ અસર જોવા મળી હતી. શહેરના તમામ રાજમાર્ગોપર હૈયે હૈયું દળાય તે પ્રકારની ભીડ જોવા મળી હતી.

[google_ad]

ઉપરાંત શહેરની મુખ્ય બજારમાં આવેલા રેડીમેડબજાર, કપડા બજાર, બુટ ચંપલ માર્કેટમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી હતી. જો કે, શહેરમાં પાર્કિંગ માટે જગ્યા ન હોવાથી મોટાભાગના લોકો ખુલ્લા મેદાનોમાં વાહનો પાર્ક કરીને રીક્ષામાં દિલ્હીગેટ, સીમલાગેટ અમીરરોડ ગુરુનાનક ચોક રેલવેસ્ટેશન બસસ્ટેશન પહોંચ્યા હતા.

[google_ad]

advt

બનાસકાંઠા જીલ્લાના સાડા ચાર લાખ દૂધ ઉત્પાદક પરિવારોને સમયસર પગાર થતાં ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખરીદી માટે ઉમટી હતી. ગત વર્ષે કોરોનાના કારણે દિવાળી અને લગ્નની સિઝન નિષ્ફળ રહી હતી જેના લીધે આ વર્ષે બજારોમાં તેજી જોવા મળી હતી.

[google_ad]

 

રેડીમેડ વેપારી યોગેશભાઇએ જણાવ્યું હતું કે, આખર તારીખોમાં પગાર થયો ન હોવાથી ઘરાકી જેવી જોઈએ તેવી જોવા મળી ન હતી પરંતુ સોમવારે પહેલી તારીખે જ બજારમાં રોનક જોવા મળી રહી છે.

From – Banaskantha Update


Share