ડીસામાં રાજમંદિરથી આદેશ ગેસ્ટ હાઉસ સુધી ભરાતાં ગટરના પાણીનો નિકાલ નગરપાલિકાએ કર્યો

Share

ડીસા રાજમંદિર થી આદર્શ ગેસ્ટ હાઉસ સુધી હાઇવે ઓથોરિટી દ્વારા ગટરનું નાળુ બંધ કરી દેતા ગટરનું પાણી તેમજ વરસાદના પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો તેમજ આજુબાજુના લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો. જેબાદ મંગળવારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા અનેક વાર હાઇવે ઓથોરિટીને રજુઆત કરવા છતાં કોઈજ કાર્યવાહી ન થતાં આખરે નગરપાલિકા પ્રમુખ દ્વારા જાતે તેમની ટીમ સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

[google_ad]

ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતો નેશનલ હાઈવે જેના પર ટ્રાફીકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઇ હતી. તેમજ વારંવાર અકસ્માતના કારણે અનેક માસૂમોએ જીવ પણ ગુમાવ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકો દ્વારા બ્રિજની રજૂઆતના પગલે સરકાર દ્વારા બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. જે બાદ રચના કન્ટ્રકશન દ્વારા ડીસા શહેરમાંથી એલિવેટેડ બ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.

[google_ad]

 

પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી બ્રિજની કામગીરીમાં રાજમંદિરથી લઈ આદેશ ગેસ્ટ હાઉસ સુધી વરસાદી પાણી તેમજ ગટરનું પાણીના નિકાલ માટે જે ગટરલાઈન હતી તે ચોકબ કરી દેતાં ગટરનું પાણી તેમજ વરસાદનું પાણી રાજ મંદિર સર્કલથી લઈ આદેશ ગેસ્ટ હાઉસ સુધી ના હાઇવે પર રેલમછેલ થઈ જતાં સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી અને વારંવાર અકસ્માત સર્જાતા હતા.

[google_ad]

જે બાદ સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠકકરને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઇ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા અનેકવાર હાઇવે ઓથોરીટીને આ સમસ્યાનો નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં આખરે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર તેમજ ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી તેમજ સેનિટેશન ચેરમેન દંડક શૈલેષ પ્રજાપતિ અને નગરપાલિકાની ટીમ સાથે મળી રાજમંદિર સર્કલથી લઈ આદેશ ગેસ્ટ હાઉસ સુધી જે ગટર ચોકબ હતી.

[google_ad]

તેને ખુલ્લી કરવામાં આવી હતી. અને જે વરસાદી તેમજ ગટરનું પાણી ભરાતું હતું તેનો ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠકકર દ્વારા કાયમી નિકાલ લાવવા માટે કામગીરી શરૂ કરી સ્થાનિક લોકોની રજુઆત નો અંત લાવ્યો હતો.

From – Banaskantha Update


Share