પોલીસ ગ્રેડ પે મામલે આંદોલન બાદ રચાયેલી કમિટીની તા. 3 ના રોજ બેઠક મળશે : 6 જીલ્લાના પોલીસ કર્મચારીઓની રજૂઆત સાંભળવામાં આવશે

Share

રાજ્યમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે સહીતના પ્રશ્નોના નિરાકરણ માટે નિમાયેલી કમિટી દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તા. 3 ના રોજ ગાંધીનગરમાં બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રાજ્યના 6 જીલ્લાઓના પોલીસકર્મીઓના પ્રશ્નો પણ મંગાવવામાં આવ્યા છે.

[google_ad]

રાજ્યમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે આંદોલન થયા બાદ રાજ્ય સરકાર દ્વારા પાંચ સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે કમિટી દ્વારા ગાંધીનગરમાં તા. 3 ના રોજ એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને એસ.આર.પી.ના કુલ 4 જૂથના કર્મચારીઓ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે.

[google_ad]

 

સ્થાનિક અને રાજ્યકક્ષાએ રચાયેલી ફરિયાદ નિકાલ સમિતિના સભ્યો તરીકે નિમણૂક પામેલ હોય અને હાલ ફરજમાં ચાલુ હોય તેઓને આ બાબતની જાણ કરી, પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે તથા અન્ય લાભો મેળવવા માટે રજૂઆત હોય તો તેઓની રજૂઆતો ભેગી કરી તેની એક જ સંકલિત રજૂઆત લેખિત સ્વરૂપે મુદ્દાસર કમિટી સમક્ષ રજૂ કરવા જણાવવા તેમજ તેઓને તા. 3 નવેમ્બરે ગાંધીનગરમાં યોજાનારી કમિટીની બેઠકમાં હાજર રહે તે રીતે છુટા કરી મોકલી આપવા વિનંતી કરવામા આવી છે

 

From – Banaskantha Update


Share