બનાસકાંઠાની સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ

Share

ધનતેરસના દિવસે જ ખેડૂતો માટે પાણી રૂપી ધન સુજલામ સુફલામ કેનાલમાં છોડાતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. બનાસકાંઠામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ ગઈકાલે ધરણાં યોજ્યા હતા. જે બાદ આજે ધનતેરસના દિવસે જ વહેલી સવારથી ચાંગા સ્ટેશને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરતાં ખેડૂતોએ ધરણા પૂર્ણ કરી પાણી છોડવા બદલ સરકારનો આભાર માન્યો હતો.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં નહીવત વરસાદના કારણે પાણીની સમસ્યા વિકરાળ બની છે. ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતોની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે. તે વચ્ચે રવી સીઝનમાં ખેડૂતોને પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ માંગ કરી હતી.

[google_ad]

 

ગઈકાલે તહેવારો નિમિત્તે જ પાણી માટે ખેડૂતોનાં ધરણા યોજાતાં સરકાર સફાળી જાગી હતી. ખેડૂતોના ધરણા મુદ્દે મંગળવારે વહેલી સવારથી જ ચાંગા પંપિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. ધરણાં કરી રહેલાં ખેડૂતે ધનતેરસના દિવસે દિવસે જ પાણીરૂપી ધન તેમને મળી જતાં ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો હતો.

[google_ad]

advt

ખેડૂતોને સરકારના આભાર માનતા કહ્યું હતું કે, રવી સીઝનમાં ભુગર્ભ જળ ઉંડા જવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે સરકાર સુજલામ સુફલામ કેનાલમાં રવી સિઝન દરમિયાન સતત પાણી છોડી ખેડૂતોની મુશ્કેલી દુર કરે.

From – Banaskantha Update


Share