થરાદ ખોડા ચેકપોસ્ટ નજીક અફીણના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

Share

થરાદ ખોડા ચેકપોસ્ટ નજીક સોમવારે થરાદ પોલીસે બે શખ્સોને અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે તપાસ દરમિયાન 1 કિલો 200 ગ્રામનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે થરાદ પોલીસે બે શખ્સો સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, થરાદ ખોડા ચેકપોસ્ટ નજીક સોમવારે થરાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી. જેમાં અફીણનો જથ્થો લઇ શખ્સો ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા.

[google_ad]

 

તે દરમિયાન પોલીસે 1 કિલો 200 ગ્રામના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. આ અંગે થરાદ પોલીસે બે શખ્સો સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share