હિંમતનગરમાં એ.સી.બી. દ્વારા પેટ્રોલપંપ સ્ટેમ્પીંગ ના રૂ.15 હજારની લાંચ લેતો કર્મચારી ઝડપાયો

Share

હિંમતનગર રાયગઢ હાઇવે પર આવેલ પેટ્રોલપંપનુ સ્ટેમ્પીંગ કરવા મામલે તોલમાપ વિભાગના વર્ગ-3 ના કર્મચારી હેમંતકુમાર ખીમજીભાઇ વાણવી (ઉ.વ.54) એ રૂ.15 હજારની માંગણી કર્યા બાદ શનિવારે લાંચની રકમ લેતાં એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડતાં દિવાળી બગડી હતી.

[google_ad]

 

એ.સી.બી.ની કાર્યવાહીને પગલે લાંચિયા કર્મચારી- અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. એ.સી.બી. સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર પેટ્રોલપંપ સંચાલકોને દર વર્ષે પંપનું સ્ટેમ્પીંગ કરાવવાનુ હોય છે. જેમાં તોલમાપ વિભાગ ફ્યૂઅલનું મેજરમેન્ટ કરી યોગ્ય માપ કરી સીલ કરી આપતો હોય છે. જે પ્રક્રિયા તદ્દન નિ:શુલ્ક હોય છે.

[google_ad]

 

advt

સાબરકાંઠા એ.સી.બી. પી.આઇ. વી.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, હિંમતનગર નજીક આવેલ પેટ્રોલપંપ પર દર વર્ષની જેમ સ્ટેમ્પીંગ કરાવવુ જરૂરી હોઇ તોલમાપ વિભાગનો સંપર્ક કરતાં વર્ગ-3 ના સિનિયર નિરિક્ષક હેમંતકુમાર ખીમજીભાઇ વાણવી (ઉ.વ.54) એ સ્ટેમ્પીંગ માટે ચકાસણી કરી સીલ મારવાની કામગીરી પેટે રૂ. 15 હજારની માંગણી કરી હતી.

[google_ad]

 

 

તોલમાપ વિભાગની માંગણીને તાબે ન થવા માંગતા પેટ્રોલપંપ સંચાલકે સાબરકાંઠા એ.સી.બી.નો સંપર્ક કરતાં તા. 30/10/2021 ના રોજ પેટ્રોલ પંપ પર જ સ્ટેમ્પીંગ કર્યા બાદ લાંચની રકમ આપવાનું નક્કી કર્યુ હતું અને હેમંતકુમાર વાણવી નક્કી કર્યા મુજબ શનિવારે પંપ ઉપર આવી રૂ. 15 હજારની માંગણી કરી સ્વીકારતા વોચમાં રહેલ એ.સી.બી. ટીમે લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતા. અને એ,સી.બી. કચેરી લાવી તેમની વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

From – Banaskantha Update


Share