પાલનપુરમાં મણીભુવન હોસ્પિટલના લોકરમાંથી રૂ. 45 કરોડના આભૂષણની ચોરીનો ગુનો નોંધાયો

Share

પાલનપુરમાં મણીભુવન માંથી વર્ષોજૂની ઝવેરાત સહીત રૂ. 45 કરોડની મિલકતની ચોરી થઇ હોવાની મુંબઈ લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી જે મામલામાં પાલનપુર પોલીસ મથકમાં વિધિવત ગુનો નોંધાયો છે

[google_ad]

મુંબઈના પ્રશાંત કિશોર મહેતાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે, પાલનપુરના મણીભુવન હોસ્પિટલના સેઈફ ડીપોઝીટ વોલ્ટમાં રાખવામાં આવેલા રૂ. 45 કરોડના હીરા ઝવેરાત સહીત મોંઘી ચીજવસ્તુઓની ચોરી થઈ છે. આ અંગે સન ફાર્મા ચેરમેન દિલીપ સંઘવી તેમજ મણી ભુવનના સંચાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવે પાલનપુર મણીપુરનું અંદાજે ચાર વર્ષ અગાઉ જૂનું બિલ્ડીંગ તોડી નવો બનાવવામાં આવ્યું હતું.\

[google_ad]

advt

 

આ સમગ્ર કામકાજ મુંબઈથી જ દેખરેખ હેઠળ થતું હતું તે વખતે આ ઇસ્યુ બહાર આવ્યો હતો. જેમાં 3.5 કિલો સોનાના દાગીના બરોડા રાજાનો 8.5 કેરેટનો ગુલાબી હીરો, બરોડાના મહારાજાનો કાડો, ચાંદીનો થાળ, પન્નાનો હાર, માણેકના દસ બટન, પીળા રંગનો 9 કેરેટનો હીરો, શહીદ 40 થી 45 કરોડની કિંમતી ચીજવસ્તુઓની ચોરીનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે

ચોરાયેલ મિલ્કતની વિગત

(1) 3.5 કિલોગ્રામ સોનાના દાગીના.
(2) બરોડાના મહારાજાનો ગુલાબી હીરો.8.5.કેરેટ…
(3) બરોડાના મહારાજાનો કડો.
(4) બરોડાના મહારાજાનો ચાંદીનો થાળ..
(5) બરોડાના મહારાજાનો માણેક તથા પન્નાનો હાર.
(6) બરોડાના મહારાજાના માણેકના 10 બટન.
(7) બરોડાના મહારાજાનો પીળા રંગનો 9 કેરેટનો હીરો.
(8) ચાંદીના કપ 9 નંગ નાના.
(9) ચાંદીના 10 કપ.
(10) ચાંદીનું ભગવાનનું સિંહાસન.
(11) આઠ ચાંદીની નાની રીંગ.
(12) ચાંદીના ત્રણ મોટા લોટા.
(13) ચાંદીનો મોટો એક જંગ.
(14) ચાંદીનો મોટો પ્યાલો..
(15) 05 નાની મોટી થાળ તથા બે લોટા તથા નવ નાની થાળી તથા બે નાની જારી તથા પાંચ કીટલી.
(16) બે મંદિરના પતરા તથા મંદિરનો ઘુમટ તથા નાનો એક ડબ્બો તથા ભગવાનનો પૂજાનો સામાન.
(17) ત્રણ પ્યાલા તથા ફુલદાનીનો ડબ્બો તથા ફૂલદાની વગેરે કિંમતી ચીજ વસ્તુઓની કિંમત આશરે 40 થી 45 કરોડના મિલ્કતની ચોરી કરેલ.

આરોપીઓના નામ

(1)રશ્મિભાઈ કિતિલાલ મહેતા. (હાલ રહે. બેલ્જિયમ)

(2)ચેતનભાઈ પ્રબોધભાઈ મહેતા. (હાલ રહે. દુબઇ)

(3)ભાવિનભાઈ રશ્મિભાઈ મહેતા. (હાલ રહે. દુબઇ)

(4)રેખાબેન હરેશભાઇ શેઠ. (હાલ રહે. મુંબઈ)

(5)નિકેત વિજયભાઈ મહેતા. (હાલ રહે. લંડન)

(6)સુશીલા વિજયભાઈ મહેતા. (હાલ રહે. મુંબઈ)

(7)આયુષ્યમાન ચેતનભાઈ મહેતા. (હાલ રહે. બેલ્જિયમ)

(8)નાનીક રૂપાણી.

(9)એલ.લક્ષ્મીનારાયણ. (હાલ રહે. 33 પશ્ચિમી માર્ગ, 1st ફ્લોર, વસંત વિહાર નવી દિલ્લી)

(10)પ્રબોધભાઈ મહેતા.

(11)સંજયભાઈ પાંડે. (હાલ રહે. મુંબઈ)

(12)આર.કે.જૈન. (હાલ રહે. મુંબઈ)

(13)વિક્રમભાઈ. (રહે. પાલનપુર)

(14)કુમારભાઈ રણછોડભાઈ પટેલ.

 

From – Banaskantha Update


Share