થરાદના દૂધવા નજીક ટ્રક ચાલકે કારને ટક્કર મારતાં રાપરના યુવકનું મોત

Share

થરાદ-સાંચોર હાઇવે પર રવિવારે બપોરે ટ્રક ચાલકે કારને ટક્કર મારતાં રાપર તાલુકાના એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને સારવાર અર્થે ખસેડાયો હતો. કારને ટક્કર મારીને ટ્રક ચાલક નાસી છૂટયો હતો.

[google_ad]

ભારતમાલા રોડની કામગીરીના કારણે બંને બાજુ રસ્તો સાંકડો બનતાં અકસ્માતના બનાવો વધવા પામ્યા છે. ડાયવર્ઝન પણ વ્યવસ્થિત નહી અપાતાં ઉંચા રોડના કારણે સામેથી આવતાં વાહનો પણ જોઈ શકાતાં નથી. જેની વચ્ચે રવિવારે પોણા ત્રણ વાગ્યાના સુમારે સાંચોર તરફથી આવી રહેલી એક કારને ટક્કર મારીને ટ્રક ચાલક નાસી છૂટયો હતો.

[google_ad]

advt

આથી ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈ પેથાભાઈ ખોટ (ઉં.વ. 44,રહે.પલાસવા, રાપર-કચ્છ) અને એહમદભાઈ રાઠોડને ગંભીર ઇજાઓ થતાં 108ના પાયલોટ અરવિંદસિંહ સિસોદિયા, ઇ.એમ.ટી. વિક્રમ પ્રજાપતિ અને રાહ 108ના અશોકભાઈ સાધુ તથા એ.મ.ટી. સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લઇ થરાદની સરકારી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.

[google_ad]

 

જ્યાં સારવાર દરમિયાન રમેશભાઇનું મોત નિપજયું હતું. ભારતમાલા રોડના કોન્ટ્રાક્ટરની કામગીરીને લઇને વાહનચાલકોમાં ભારે રોષ સાથે આક્રોશની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.

 

From – Banaskantha Update


Share