બનાસકાંઠામાં 1306 પશુપાલકોને એલ.આઇ.સી. દ્વારા રૂ. 5 કરોડથી વધુનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કયો

Share

બનાસકાંઠામાં પહેલી જ વાર એક સાથે 1306 પશુપાલકોને રૂ. 5 કરોડથી વધુનું વળતર એલ.આઇ.સી. દ્વારા ચૂકવાશે. ભારતીય જીવન વીમા નિગમ કંપનીએ પ્રીમિયમ લઈને વિમાની રકમ ન ચૂકવતા મામલો અઢી વર્ષ પહેલાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે એલ.આઇ.સી.ને રૂ.5 કરોડનું વળતર ચૂકવવા આદેશ કરતાં પશુપાલકોમાં ખુશી વ્યાપી છે. બનાસડેરીના સભાસદો દ્વારા ગાંધીનગરની સેક્ટર 11માં આવેલી લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન વીમા કંપની પાસેથી વીમો ખરીદ્યો હતો જેનું પ્રીમિયમ બનાસડેરી સભાસદ પાસેથી અને ડેરી વીમા કંપનીને રકમ ચૂકવાતી હતી.

[google_ad]

જે વીમો પાકતાં વીમા કંપનીએ તેની રકમ નહીં ચૂકવીને બનાસડેરીના સભાસદોને અન્યાય કર્યો હતો. જેને લઇ વર્ષ 2019માં વીમા કંપની સામે ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી. બનાસડેરી મારફતે એલ.આઇ.સી.-ભારતીય જીવન વીમા નિગમ પાસેથી મેળવેલ માસ્ટર વીમા પોલિસી હેઠળ વીમા કંપની દ્વારા કુદરતી મૃત્યુના કેસમાં 30 હજાર અને અકસ્માતથી મૃત્યુના કેસમાં રૂ. 75,000 અને કાયમી ખોડના કિસ્સામાં રૂ. 37,500 ના પોલીસી મુજબના ક્લેમ નહીં ચૂકવતા 2019માં ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગાંધીનગર સમક્ષ કુલ 1306 અરજીઓ કરી હતી.

[google_ad]

advt

 

 

જે અરજીઓ ગ્રાહક કમિશને તા. 30/10/2021એ મંજૂર કરી દરેક અરજદારને કલેમની રકમ 9.5 ટકા વ્યાજ સહીત અને અરજીના ખર્ચ પેટે રૂ.1000 અને વળતર પેટે રૂ.1000 ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં અરજદાર તરફે મહેસાણાના એડવોકેટ એસ.જી.શાહ અને વત્સલ પંચોલી હાજર રહ્યા હતા. જ્યારે બનાસડેરી તરફે દર્શક ત્રિવેદી અને વીમા કંપની તરફે મયંક વોરા એડવોકેટ તરીકે હાજર રહ્યા હતા. રાહત કમિશનમાં એકસાથે 1306 કેસનો નિકાલ કર્યો હોય તેવો આ પહેલો જ પ્રસંગ હશે.

[google_ad]

 

બનાસડેરીના વકીલ દર્શક ત્રિવેદીએ સરકારે નિયમો બદલ્યા હોય કે યોજના બંધ કરી હોય તો પ્રીમિયમ ભરતી વખતે જાણ કરવી જોઈતી હતી પરંતુ તેમ ન કરતા પ્રીમિયમ મોડું ભરાશે તો 7.5 ટકા વ્યાજ ભરવું પડશે તેમ જણાવ્યું હતું. જે ભર્યા પછી સપ્ટેમ્બરના અંતમાં સરકારે સ્કીમ બંધ કરી છે તેવો પત્ર લખ્યો હતો પણ તે પહોંચે તે પહેલા અંશતઃ રીફંડ જમા કરાવી દેવાયું હતું. એલ.આઇ.સી આ પ્રમાણે કરી ન શકે.બધી દલીલો પછી આખરે ગ્રાહક કોર્ટ દ્વારા રૂ.5 કરોડથી વધારે વળતર ચૂકવવા માટે હુકમ કરાયો છે.

 

From – Banaskantha Update


Share