શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે આગામી તહેવારોને પગલે યાત્રાળુઓની સગવડ ખાતર બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવેલો છે. જેના અંતર્ગત તા. 05 નવેમ્બર, 2021ને શુક્રવારે (બેસતું વર્ષ) આરતી સવારે 6:00થી 6:30, દર્શન સવારે 6:30થી 10:45, રાજભોગ બપોરે 12:00થી 12:15, અન્નકુટ આરતી 12:15થી 12:30, દર્શન બપોરે 12:30થી 04:15, આરતી સાંજે 06:30થી 07:00, દર્શન સાંજે 07:00થી 11:00 પ્રમાણે રહેશે.
[google_ad]
આ સિવાય તા. 06 નવેમ્બર, 2021 કારતક સુદ બીજથી તા. 09 નવેમ્બર, 2021 લાભ પાંચમ સુધી આરતી સવારે 6:30થી 7:00, દર્શન સવારે 7:00થી 11:30, રાજભોગ બપોરે 12:00, દર્શન બપોરે 12:30થી 04:15, આરતી સાંજે 06:30થી 07:00, દર્શન સાંજે 07:00થી 11:00 પ્રમાણે રહેશે.
[google_ad]
તેમજ તા. 10 નવેમ્બર, 2021થી દર્શન-આરતીનો સમય આરતી સવારે 7:30થી 8:00, દર્શન સવારે 8:00થી 11:30, રાજભોગ બપોરે 12:00, દર્શન બપોરે 12:30થી 04:15, આરતી સાંજે 06:30થી 07:00, દર્શન સાંજે 07:00થી 09:00 મુજબ યથાવત રહેશે.
From – Banaskantha Update